આજરોજ ગુજરાત એ.ટી.એસ ની ટીમે વડોદરાના સાવલી ખાતે એક મોટું ઓપરેશન પાર પાડ્યું હોવાનું સામે આવી રહ્યું છે, સાવલી ખાતેની મોક્ષી ગામે કેમીકલ કંપનીમાં એ.ટી.એસ ની ટીમે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથધરી કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
એ.ટી.એસ ની ટીમે નેક્ટર કેમ નામની કંપનીમાં દરોડા પાડયા હતા જ્યાં તેમાંથી ડ્રગ્સનો જથ્થો મોટી માત્રામાં મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે, એ.ટી.એસ ના ઉચ્ચ અધિકારીઓ, એફ.એસ.એલ, પોલીસની વિવિધ બ્રાંચો મામલતદાર સહિતના અધિકારી સ્થળ પર પહોંચી તપાસ હાથધરી છે. આશરે ૨૦૦ કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ મળ્યા હોવાની શંકાઓ વ્યક્ત કરાઈ છે. જોકે મામલે સત્તાવાર હજુ કોઈ નિવેદનો આ લખાય છે ત્યાં સુધી સામે આવ્યા નથી.!
ગુજરાત એ.ટી.એસ ની સૂચના બાદ ભરૂચ એસ.ઓ.જી પોલીસે પણ પાનોલી ખાતે આવેલ કેમીકલ કંપનીમાં દરોડા પાડયા હતા જ્યાં પણ એમ.ડી ડ્રગ્સ નો 80 થી 100 કરોડના મુદ્દામાલના અંદાજનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જોકે મામલે હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદનો સામે આવ્યા નથી