અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ અને રાજ્યમાં થઈ રહેલા અલગ અલગ ઉત્સવના ભાગરૂપે નાગરિકો પોતાનું રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કરી રહ્યા છે તેવામાં વડોદરાના સહજ ગ્રુપના રંગોળી કલાકારો દ્વારા પણ વિશેષ વડોદરા શહેરના ખાનગી મોલમાં રંગોળી તૈયાર કરવામાં આવી છે ત્યારે 20 જેટલા કલાકારોએ છેલ્લા 15 દિવસથી થઈ રહેલી આ મહેનતને લઈને આપણા આપણા દેશની 75 જેટલી વિભૂતિઓના પોર્ટ્રેટ સાથે વિશ્વના નકશા સાથેની રંગોળી તૈયાર કરાઈ છે. રંગોળીની વિશેષતા છે કે તિરંગા થીમ ઉપર તૈયાર કરાયેલી આ રંગોળીમાં તિરંગા ઉપર વિશ્વનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે જેથી સમગ્ર વિશ્વ તિરંગામય થયું છે તેવો સંદેશો આપી શકાય, સાથે જ રંગોળીમાં તૈયાર કરાયેલો ભારતના નકશા ઉપર ભારત માતાનું વિશેષ ચિત્ર અને સાથે જ ગુજરાતના ભાગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તૈયાર કરાયા છે. ભારત માતાને નમન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચરણો ગુજરાતમાં બતાવ્યા છે.
વડોદરા શહેરના મોલમાં તૈયાર કરાયેલી આ રંગોળીને લઈને સહજ ગ્રૂપ રંગોલીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે ત્યારે આ રંગોળીને જોવા મોટી સંખ્યામાં શહેરીજનો પણ સમગ્ર દિવસ દરમિયાન અહીંયા પહોંચશે.
વડોદરાના ખાનગી મોલમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે ભારત માતા અને દેશની અલગ અલગ વિભૂતિઓ દર્શાવતી રંગોળી તૈયાર કરાઇ.
Advertisement