મહર્ષિ અરવિંદ ઘોષની વડોદરાના સાથેનો સંબંધ ઘણો સૂચક અને મહત્વપૂર્ણ રહ્યો છે તેમનું ભણતર ઇંગ્લેન્ડમાં પૂરું થયું ત્યારબાદ તેઓ ભારત આવ્યા અને વડોદરા રાજ્યની નોકરીમાં જોડાયા તેઓએ વહીવટી ખાતાઓમાં સચિવાલયમાં વડોદરા કોલેજમાં પ્રધ્યાપક તરીકે વાઇસ પ્રિન્સિપાલ અને છેલ્લે ગાયકવાડના અંગત સચિવ તરીકેની ફરજો પણ પૂરી કરી વડોદરામાં તેઓ 1893 થી 1906 સુધી આશરે ૧૩ વર્ષ રહ્યા પોંડીચેરી બાદ કરતા તેઓ કોઈ જગ્યાએ સૌથી વધુ રહ્યા હોય તેવા સૌથી લાંબો સમયગાળો તેમને વડોદરામાં વિતાવ્યો, તેઓએ વડોદરામાં મહાભારત, રામાયણ,કાલિદાસ, ઉપરાંત બંકિમ, હોમર, ડાર્ટ અને બીજા અનેક સાહિત્યનો પરિશીલન કર્યું. મહર્ષિ અરવિંદ વડોદરા ખાતેના નિવાસ્થાને શ્રી અરવિંદ સ્મારક ભવન તરીકે વિકસાવવામાં આવ્યું છે જ્યાં વર્ષોથી અનેકવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે.
યોગાસન, યુવકો માટે હિમાચલ ટ્રેકિંગ,ગેમ, આરોગ્ય કેમ્પ નાના બાળકો માટે ચિલ્ડ્રન કોર્નર, કથક, ભરતનાટ્યમ જેવી વિવિધ પ્રવૃત્તિઓ નિયમિત રૂપે ચાલે છે ત્યારે આજે સ્વાતંત્ર દિન પણ હોવાથી તેમની જે વડોદરાની ગાથા છે તે પણ એક લડાયક છે તેથી વડોદરા કોર્પોરેશન દ્વારા પણ આજે તેમને ન ભૂલતા પુષ્પાંજલિ કરી હતી. વડોદરા શહેરના વુડા સર્કલ પાસે મહર્ષિ અરવિંદ ઘોષની પ્રતિમા આવેલી છે ત્યાં વડોદરાના પ્રથમ નાગરિક કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર નંદા જોશી, ચેરમેન હિતેન્દ્ર પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશ પટની સહિત વિવિધ વૉર્ડના કોર્પોરેટર સાથે તેમના સાથે જોડાયેલા અરવિંદ નિવાસનાં ટ્રસ્ટીઓ દ્રારા પણ મહર્ષિ અરવિંદ ઘોષની 150 મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કરવામાં આવી હતી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહર્ષિ અરવિંદ ઘોસની 150 ની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઇ.
Advertisement