ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફટી અવેરનેસ માટે શરૂ કરાયું અભિયાન, નિયમનો ભંગ કરનારના હાથમાં રાખડી બાંધી લીધા વચન, વાહનચાલકો દ્વારા અવારનવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરવામાં આવતો હોય છે. રોંગ સાઈડ પર વાહન ચલાવવું, સ્પીડમાં વાહન હંકારવું તેમજ બે કરતા વધુ લોકો એક ટુ વ્હિલર પર સવારી કરવા જેવા અનેક નિયમોનો ભંગ લોકો દ્વારા રોજબરોજ કરવામાં આવતો હોય છે જેને કારણે કેટલાક લોકોને અકસ્માતનો ભોગ કે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. જેને ધ્યાને રાખી રોકવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા રક્ષાબંધન નિમિત્તે અનોખું અભિયાન હાથ ધરાયું હતું. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ટ્રાફિક પોલીસ મહિલા 3 સવારી પર જતા ભાઈને રોકીને તેના હાથમાં રક્ષાસૂત્ર બાંધી રહ્યા છે. રક્ષાબંધનના પવિત્ર અવસર પર ટ્રાફિક પોલીસ મહિલાએ ભાઈના હાથમાં રક્ષાસૂત્ર બાંધીને આજ પછી ટ્રાફિક નિયમનો ભંગ ન કરવાનું વચન પણ આપ્યું હતું એટલું જ નહિ રક્ષાસૂત્ર બાંધતા ટુવ્હીલર સવાર ભાઈએ ટ્રાફિક પોલીસ મહિલાને આજ પછી ટ્રાફિકનો નિયમ ન તોડવાનું વચન આપતો જોવા મળી રહ્યો છે.
વડોદરા ટ્રાફિક પોલીસે રક્ષાબંધન નિમિત્તે અનોખું અભિયાન શરૂ કર્યું.
Advertisement