Proud of Gujarat
GujaratFeaturedINDIA

યોગ જાગૃતિ માટે સાયકલયાત્રા કરનાર ડૉ.અગ્રિમા નાયરનું વડોદરામાં સ્વાગત કરાયું.

Share

ડો. અગ્રીમ નાયર, જેઓ યુગના પ્રચાર પ્રસાર માટે કેરળથી લદ્દાખ સુધી એકલા સાયકલ યાત્રા પર નીકળેલા છે. આજરોજ તેઓ વડોદરા શહેરના મહેમાન બન્યા. જેમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમણે આ સાયકલ યાત્રા 21 જૂન એટલે કે ઇન્ટરનેશનલ યોગા દિવસના દિવસે શરૂ કરી હતી. એમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો સુધી યોગાની જાગૃતિ પહોંચાડવાનો છે. તેઓ કેરળથી નીકળીને કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ થઈને કાશ્મીરી પહોંચશે. તેઓ લગભગ સપ્ટેમ્બર મહિનાના અંત સુધી લદાખ પહોંચી જશે. તેમની ઉંમર 30 વર્ષની છે. તેઓ દિવસ દરમિયાન જ સાયકલિંગ કરતા હોય છે અને દરરોજનું 80 થી 100 કિલોમીટર જેટલું અંતર કાપી રહ્યા છે.

ડો. અગ્રીમા નાયરે જણાવ્યું કે, ભારત દેશ મહિલાઓ માટે ખૂબ જ સુરક્ષિત છે. કેરળથી વડોદરા સુધીની યાત્રા ખૂબ જ સારી રહી છે. કોઈપણ પ્રકારની મુશ્કેલી મને પડી નથી. તદુપરાંત હું જે પણ શહેર કે ગામડામાંથી પસાર થવું છું તેના લોકો મને જમાડીને જ મોકલતા હોય છે. લોકોના સાથ સહકાર અને પ્રેમથી જ હું આ યાત્રાને સફળતાપૂર્વક પૂર્ણ કરીશ. જેથી હવે મહિલાઓએ ડરવાની જરૂર નથી. બસ ફક્ત પોતાનો ડર દૂર કરીને આગળ વધવાની જ જરૂર છે.

Advertisement

Share

Related posts

ગાંધીનગર : મહેસાણા LCB એ દારૂનો જથ્થો લઈ જતા પિકઅપ ચાલકની કરી ધરપકડ, 5.67 લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ધનતેરસ પર્વની ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat

હાશ હવે શાંતિ : ભરૂચ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, છેલ્લા ૨૪ કલાકમાં ૮ તાલુકામાં ૧૬૮ મી.મી વરસાદ નોંધાયો : ત્રણ ડેમોના જળ સ્તરમાં પણ વધારો..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!