Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : સમા વિસ્તારમાં યુવકનું ડ્રગ્સના ઓવરડોઝથી મોત નિપજ્યાનું તારણ.

Share

વડડોદરાના સમા વિસ્તારમાં એક આશાસ્પદ યુવાનું ડ્રગ્સના ઓવરડોઝથી મૃત્યુ થયાનું તારણ બહાર આવ્યું છે. મરણજનાર યુવકનો અંતિમ સ્ફોટક વિડીયો વાયરલ થયો છે. વિડિયોમાં ડ્રગ્સ પોતે, પોતાની રીતે લાવ્યો અને લેતો હોવાની કબૂલાત કરી છે. વિવેક કહી રહ્યો છે કે હા ભાઈ મેં અપને હિસાબ સે પી રહા હું મુજે કોઈ પિલા નહી રહા હૈ.. મેં ખુદ માલ ઔર સીરીઝ લેકે આયા હું.

વિવેક એના મિત્રોને ત્યાં ડ્રગ્સ લઈને પહોંચ્યો હતો અને તે પીને આવ્યો હોવાથી ફ્લેટ પર રોકાવાની મિત્રો એ ના પાડતા પણ રોકાયો, જેથી તેઓએ પોતાની સેફટી માટે વિડિઓ બનાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ મામલે સમા પોલીસ સ્ટેશને કાર્યવાહી શરૂ કરી છે. સમા પોલીસે બલજીત રાવત અને પરીન ભંડારીની પૂછપરછ કરી હતી. તેઓ ડ્રગ્સ કે દારૂ લઈ રહ્યા છે કે નહીં તે મામલે તેમના બ્લડ સેમ્પલ લેવાયા હતા. જે સેમ્પલ સુરત ફોરેન્સિકમાં મોકલાયા છે. બલજીત રાવત ગુનેગાર છે અને આ પહેલા પણ તેની સામે ફરિયાદો નોંધાઈ ચૂકી છે. સમા પોલીસને ચોપડે ડ્રગ્સ નેટવર્ક ચલાવતા હોવાના મામલે બલજીત રાવત, નેહા અને પરીમ ભંડારી સામે ગુના નોંધાયા છે. સમા પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ. જાણકારોના મત મુજબ ચિત્તા ડ્રગ્સ ફટકડી જેવા સ્ફટિકના સ્વરૂપમાં આવે છે. ચરસ – ગાંજો તેમજ એમ.ડી ડ્રગ્સ વચ્ચેની કેટેગરીમાં ચિત્તા ડ્રગ્સ આવે છે.

Advertisement

Share

Related posts

માંડલમાં ગૌરીવ્રત ઉજવણી દરમિયાન આચાર્ય પરિવારે સામાજિક સમરસતાનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું…

ProudOfGujarat

ભરૂચ : વાલિયા તાલુકાના કેસર અને મહુજા ગામમાં મતદાનનો બહિષ્કાર કરતા ગ્રામજનો.

ProudOfGujarat

જામનગર જિલ્લા કક્ષાના 75માં વનમહોત્સવની કાલાવડ ખાતે ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!