Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ક્રાંતિ દિવસની ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

Share

ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગુજરાતનાં સમગ્ર શહેરો અને ગામડાઓમાં તિરંગા યાત્રાના આયોજન થઈ રહ્યા છે. જેને પગલે વડોદરા કોંગ્રેસ સમિતિ પણ ભાજપના નકસેકદમ પર ચાલતી હોય તેમ ક્રાંતિ દિવસની ઉજવણીના ભાગસ્વરૂપે વડોદરામાં લકડીપૂલ કાર્યાલયથી ગાંધીનગર ગૃહ સુધી તિરંગાયાત્રા યોજી હતી.

કોંગ્રેસ પ્રભારી પંકજ પટેલની ઉપસ્થિતિમાં સદર યાત્રા શહેર કોંગ્રેસ કાર્યાલયથી નીકળી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સહિત કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. 15 મી ઓગષ્ટે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ક્રાંતિ દિવસને યાદ કરી દેશની આઝાદી મેળવવામાં જે સ્વતંત્રય સેનીઓએ પોતાના જાનની આહુતિ આપી છે તેવા દેશભકતો વીરોને વીરાંજલી અર્પણ કરી તિરંગા યાત્રા થકી તેમનું સ્મરણ કરાવ્યુ હતું. સમગ્ર દેશમાં તિરંગા યાત્રા નિમિત્તે દિલ જોશ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર તથા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

અંકલેશ્વર : પિકઅવર્સમાં જ માર્ગના સમારકામની કામગીરી કરાતા પિરામણ રોડ પર ચક્કાજામ, અનેક વાહનચાલકો અટવાયા.

ProudOfGujarat

હાઇટેક ”શકુનીઓ” વલસાડ સિટી પોલીસની પકડમાં, વોટ્સએપ પર રમતા હતા જુગાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!