કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ પર લગાવેલા GST અને તેના કારણે વસ્તુઓ મોંઘી થતાં ગરીબ તથા મધ્યમ વર્ગીય પરિવારોનું જીવન જીવવું મુશ્કેલ થઇ ગયું છે. દૂધ, છાસ, અનાજ, કઠોળ, ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડિઝલ સહિત તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓમાં ભાવ વધારો થયો છે. મોંઘવારીના કારણે પ્રજાને વ્હારે આવેલ કોંગ્રેસ દ્વારા આજે માંડવી ખાતે ધરણાં, પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આજે કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં માંડવી ખાતે મોંઘવારીના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરીને ધરણાં-પ્રદર્શન કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 10 કાર્યકરોની અટક કરી પોલીસ મથક લઇ ગઇ હતી. એક તબક્કે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
Advertisement