Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં આંગણવાડીમાંથી આપેલ પોષણયુક્ત આહારના પેકેટ એક્સપાયર હોવાના કારણે ફૂડ પોઈઝન થયું હોવાના આક્ષેપ.

Share

ગુજરાત સરકાર દ્વારા કુપોષણના ભાગરૂપે નાના બાળકો, સગર્ભા બહેનોને સમયાંતરે પોષણક્ષમ આહાર આંગણવાડી કેન્દ્રો મારફતે આપવામાં આવે છે. બેટી બચાવો બેટી પઢાવોના સૂત્ર સાથે સરકાર દ્વારા ખાસ જુંબેશ અંતર્ગત પોષણક્ષમ આહાર થકી બાળકો અને તેની મતાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાસા માલા કબ્રસ્તાન બોયઝ રિમાન્ડ હોમની પાછળ રહેતા પરમાર પરિવારમાં માતા-પિતા અને તેમની બે દીકરી છે. બે વર્ષીય દીકરી માટે આંગણવાડીમાંથી પોષણયુક્ત આહાર અભિયાન અંતર્ગત બાળ શક્તિનું ફૂડ પેકેટ આપવામાં આવે છે જે પેકેટ વિતરણ સમયેજ એક્સપાયરી ડેટવાળું આપ્યું હોવાના ચોકાવનારા આક્ષેપો પરિવારજનો એ કર્યા છે. તેમણે જણાવ્યુ હતું કે એક્સપાયરી ડેટવાળું બાળ શક્તિ ફૂડ ખાવાથી પરિવારની બંને દીકરીને ફૂડ પોઈઝનની અસર થઈ હતી. જેની સારવાર કરાવ્યા બાદ આજે અચાનક બાળકી તે પેકેટ લઈને રમતી હતી ત્યારે આ બાબત પ્રકાશમાં આવી હતી. આંગણવાડી કાર્યકરની ગંભીર ગુનાહિત બેદરકારીના કારણે આ કમનસીબ ઘટના ઘટી છે. પરમાર પરિવારે સરકારને અનુરોધ કર્યો છે કે આ બાબતની નોંધ સરકારે ગંભીરતાથી લેવી જોઈએ. આવા ઘણા પેકેટ આ વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ પેકેટ પરત લઈ તેનો નાશ કરે જેથી કોઈ ગરીબ કે મધ્યમવર્ગીય પરિવારો આવી દુર્ઘટનાના શિકાર ન બને.

Advertisement

Share

Related posts

દવાખાના અને હોસ્પીટલો હાઉસફુલ…

ProudOfGujarat

ભરૂચમાં 32 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત મહિલા રેલી યોજાઇ.

ProudOfGujarat

યુ.પી. : 15 હજાર માટે અઢી મહિના સુધી હોસ્પિટલમાં પડી રહ્યો કોરોના પોઝિટિવનો મૃતદેહ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!