વડોદરા શહેરમાં આજે શ્રાવણ મહિનાની સાતમ એટલે કે શીતળા સાતમ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. માતા શીતળા માતાની મૂર્તિને પૂજન અર્ચન કરી સૌભાગ્યવતી બહેનોએ પરિવારના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આજના દિવસનું મહાત્મ્ય સમજાવતા મહિલા શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે આજના દિવસે ઠંડુ જમણ જમીને માતાજીને ઠંડી પ્રસાદીનો ભોગ અર્પણ કરવામાં આવે છે. સાથે જ ઉમેર્યું હતું કે જે કોઈ વ્યક્તિને ચામડી સંબંધિત કોઈ રોગ હોય તો માતાજીને બાધા મુકતા તે રોગ પણ દૂર થઈ જાય છે તો સાથે જેમના ઘરે બાળકનો અવતરણ ન થતું હોય તેવા લોકો માતાજીના ત્યાં પારણું ધરાવવાની બાધા રાખે તો તેમની ત્યાં સંતાન પ્રાપ્તિ થાય છે.
Advertisement