વડોદરામાં ગઇકાલે રાત્રે બે વાગ્યાની આસપાસ વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમના પ્રેસિડન્ટ અરવિંદભાઈ પવારને સેન્ટ્રલ જેલમાંથી ફોન આવ્યો હતો કે વડોદરા સેન્ટ્રલ જેલમાં એક મગર દેખાયો છે જેથી તરત જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમના કાર્યકર અરુણ સૂર્યવંશી અને વડોદરા વન વિભાગના અધિકારી નીતિનભાઈ પટેલને લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક અઢી ફુટનો મગર દીવાલ પાસે જોવાં મળ્યો હતો. આ મગરને અડધા કલાકની ભારે જેહમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
Advertisement