ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
વડોદરા (પ્રતાપનગર)થી છોટાઉદેપુર ની રેલ્વે ને મધ્યપ્રદેશ ના અલીરાજપુર સુધી લંબાવવામાં આવતા ગુજરાતના છોટાઉદેપુર અને એમ.પી.ના અલીરાજપુર ના વિસ્તારો આજથી રેલ્વે સુવિધા થી જોડાયા છે.આજરોજ તા.૩૦ મી ઓકટોબર નારોજ આ રેલવે ને છોટાઉદેપુર થી અલીરાજપુર સુધી દોડાવવાનો પ્રારંભ થયો.ત્યારે આજે બપોરે છોટાઉદેપુર આવેલ ટ્રેન નું નગરજનો એ સ્વાગત કર્યુ હતું.છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર આયોજિત કાર્યક્રમ માં છોટાઉદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવા અને રાજ્યસભાના સભ્ય નારણભાઇ રાઠવા એ છોટાઉદેપુર થી અલીરાજપુર જતી ટ્રેન ને વિદાય આપી હતી.ઉલ્લેખનીય છેકે અલીરાજપુર ને રેલવે સુવિધા મળતા સમગ્ર નગર આનંદ ના હીલોળે ચઢ્યુ હતુ.નગરજનો ટ્રેન ના સ્વાગતમાં રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા.છોટાઉદેપુર અને અલીરાજપુરના વિસ્તારોને સાંકળતી આ આદિવાસી પટ્ટીને રેલવે સવલત મળતા એક ઉમદા સુવિધાનો વિકાસ થયેલો ગણી શકાય.આ ટ્રેન અલીરાજપુર બપોરના ૧-૪૦ જેવા સમયે પહોંચશે અને ત્યાંથી સાંજના ૪-૧૫ વાગ્યે પરત ફરવા ઉપડશે.અને સાંજના ૭-૩૫ લગભગ વડોદરા પહોંચશે.છોટાઉદેપુર સુધી તો રેલવે ચાલતી હતી.પરંતુ હવે છોટાઉદેપુર થી ૪૯ કી.મી.દુર આવેલા મધ્યપ્રદેશ ના અલીરાજપુર સુધી આ રેલવે વિસ્તારવામાં આવતા આ બંને જિલ્લાના આદિવાસી વિસ્તારોનો બાકી રહેલો કેટલોક વિકાસ પણ શક્ય બની શકશે.હમણા આ રેલવે એકજ સમય અલીરાજપુર માટે દોડશે.પરંતુ થોડા સમયમાં આ રેલવે સેવા અંતર્ગત અલીરાજપુર જવા માટે ત્રણ સમય ટ્રેન દોડાવાશે,એમ પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યુ છે.છોટાઉદેપુર ની આ રેલવે મધ્યપ્રદેશ સુધી લંબાવાતા આ આદિવાસી વિસ્તારની સવલત માં સુંદર વધારો થયો છે.