Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં યુવતીને લગ્નની લાલચ આપી બિલ્ડરે દુષ્કર્મ આચર્યું.

Share

વડોદરાના જાણીતા બિલ્ડર અને કાન્હા ગ્રુપ સાથે સંકળાયેલા નવલ ઠક્કર વિરુદ્ધ દુષ્કર્મ અંગેની ફરિયાદ જે.પી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આ કામનો આરોપી નવલ ઠક્કર હાલ ફરાર થઈ ગયેલ હોવાની માહિતી સાંપડી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ઠક્કર સમાજના એક વાલીએ પોતાની કોલેજ કરતી ૧૯ વર્ષની સાથે દુષ્કર્મ આચરનાર બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કરી છે તેઓએ જણાવ્યું હતું કે આ કામનો આરોપી વડોદરા ખાતે રહેતો અને જાણીતા બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલો નવલ ઠક્કર કન્સ્ટ્રક્શનનો વેપાર કરે છે અને તે એક સંતાનનો પિતા છે. તે પોતાના ઘરે અવારનવાર આવતો હતો અને તેની દાનત સાફ ન હોવાનું પણ માલુમ પડેલ જેથી યુવતીના ઘરવાળાઓએ તેઓને ચેતવણી આપેલી કે તમે અહી આવશો નહીં. આ કામનો આરોપી પૈસાના જોરે દીકરી જ્યારે કોલેજ જતી ત્યારે ત્યાંથી લઈ જતો હતો. આરોપી નવલ ઠક્કરને એક સંતાન હોવા છતાં અને પોતે પરિણીત હોવા છતાં પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચે છેલ્લા છ માસ ઉપરાંતથી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. બિલ્ડરે દીકરીને અલગ મોબાઈલ પણ લઈ આપ્યો હતો જે મોબાઈલના ડેટામાં નવલ ઠક્કર અને દીકરીના વાંધાજનક ફોટા તથા સંવાદ જોવા મળેલ જેથી પિતાએ જે.પી. રોડ પોલીસ મથકમાં આરોપી નવલ ઠક્કર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરાવતા પોલીસે આરોપીના ધરપકડના ચક્રો ગતિમાન કરવા સાથે યુવતીના મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા પોલીસ નો સપાટો ટ્યુશન ક્લાસો અને શાળાઓમાં વાહનો લઈ દોડતા નાના બાળકો પર પણ ખાસ નજર 

ProudOfGujarat

આજે રાત્રે દેખાશે સુપરમૂન, પૃથ્વીની નજીક આવશે ચંદ્ર, જાણો આ અવકાશી ઘટના વિશે સંપૂર્ણ.

ProudOfGujarat

ચંદ્રયાન-3 લક્ષ્યની નજીક, ચંદ્રની ચોથી કક્ષામાં પ્રવેશ્યું, 177 કિ.મી. જ દૂર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!