વડોદરામાં આવેલ એમ.એસ યુનિવર્સિટીના આર્ટસ ફેકલ્ટીમાં છેલ્લા 4 વર્ષથી રિસ્ટોરેશન અને રીનોવેશનની કામગીરી ગોકુલગાય ગતિએ ચાલી રહી છે. જેના કારણે આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકતા નથી. વડોદર ABVP ના કાર્યકરો દ્વારા એમ.એસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ઈંટ, રેતી અને કપચી નાંખી અનોખી રીતે વિરોધ કર્યો હતો. ABVP ના કાર્યકરો એ કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આર્ટસ ફેકલ્ટીના વર્ગો જલ્દી બને તેવી માંગ સાથે વિદ્યાર્થીઓએ ગાંધીગીરી કરી વિરોધ નોંધાવતાં યુનિવર્સિટીના સત્તાધીશો ચોંકી ઉઠયા હતા.
વડોદર એમ.એસ. યુનિવર્સિટીના સત્તાધીશોએ એ જણાવ્યુ હતું કે આ યુનિવર્સિટી ઐતિહાસિક હોવાથી તે મુજબનું કામ કરવાનું હોય છે. ટૂંક સમયમાં વર્ગોના અંદરના ખંડોનું સમારકામ પ્રથમ પૂર્ણ કરી વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. હાલ આર્ટસ ફેકલ્ટી માટે સુચારું રૂપથી અભ્યાસ ચાલુ થાય તે માટે અન્ય ફેકલ્ટીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરામાં એમ.એસ યુનિ.ની હેડ ઑફિસ પર એ.બી.વી.પી નું વિરોધ પ્રદર્શન.
Advertisement