Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં વિશ્વામિત્રી નદી કિનારે કુદરતી હાજતે ગયેલા યુવાન પર મગરે હુમલો કર્યો.

Share

વડોદરા શહેરના વિશ્વામિત્રી કિનારે આવેલા ગણેશનગરના પારસી બીસ્તો પાસે રહેતા એક યુવાન પર મગરે હુમલો કરતા પીઠના ભાગે અને ડાબા જમના હાથે ઇજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક હોવાનું તબિયત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

વડોદરા શહેરના વિશ્વામિત્રીના કિનારે પાસે ગણેશનગરમાં લાલાભાઈ પ્રવીણભાઈ ઠાકોર(ઉં.28) રહે છે, તેઓ ગઈકાલે મંગળવારે સાંજે વિશ્વામિત્રી નદી કિનારે કુદરતી હાજર ગયા હતા. તે વખતે નદી કિનારે મગરે તરાપ મારી હતી. મગરની તરાપમાં તેમના પીઠના ભાગે તથા ડાબા અને જમણા હાથે ઇજાઓ પહોંચી હતી. મગરના દાંતથી ઇજાગ્રસ્ત લાલાભાઇ ઠાકોરને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમની સારવાર હાથ ધરી છે. આ બનાવની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવી હતી, જેથી પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વિરમગામ શહેરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરનો તૃતીય પાટોત્સવ ધામધુમથી ઉજવાયો

ProudOfGujarat

અમદાવાદના સાણંદ તાલુકાના વાસણા ગામેથી મેરી માટી, મેરા દેશ અભિયાનનો જિલ્લાવ્યાપી શુભારંભ કરાયો.

ProudOfGujarat

માંગરોળ પોલીસ મથક ખાતે પી.એસ.આઇ.નાયી એ જાતે સેનીતાઈઝર નો છટકાવ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!