Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં માંજલપુર નાકા પાસે સીટી બસે વૃદ્ધાને અડફેટે લેતા ઇજાગ્રસ્ત.

Share

વડોદરામાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે અને જેના કારણે શહેરમાં અકસ્માતોની ઘટના ઘટે છે. વડોદરામાં સીટી બસના ડ્રાઈવર દ્વારા ગફલતભરી રીતે બસ હંકારતા એક વૃદ્ધાને અડફેટે લીધી હતી. વડોદરા સિટી બસ સર્વિસ સ્ટેશનથી બસ સ્ટેશન જતી હતી તે વેળાએ લાલબાગ બ્રીજ ઉતરતાં માંજલપુર નાકા પાસે અકસ્માત સર્જાયો હતો. બસ ચાલકે બસને ઊભી કરવા માટે બસ સાઈડ પર લેતી વેળાએ શ્રમજીવી નિરાધાર વૃદ્ધાને અડફેટે લીધા હતા જેના કારણે વૃદ્ધાને ઇજા થઈ હતી. બનાવને પગલે સ્થળ પર ટોળા એકત્ર થઈ ગયા હતા. સેવાભાવી લોકોએ શ્રમજીવી નિરાધાર વૃદ્ધાને સારવાર અર્થે 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી તો બીજી બાજુ લોકોનો રોષ જોઈ ડ્રાઇવર અને કંડકટર સ્થળ પરથી પલાયન થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વુદ્ધા હાલમાં સયાજી હોસ્પિટલમાં એડમિટ છે અને તેઓની હાલત સ્થિર હોવાની માહિતી સાંપડી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ડેડીયાપાડાનાં પૂર્વ વિસ્તારમાં વધુ વરસાદ પડતા ખેડૂતોનાં પાકોને નુકસાન અંગે વળતર આપવા બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના સભાખંડમાં ઔદ્યોગિક પરિસંવાદ યોજાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં રસ્તા બનાવવા અંગે વ્રુક્ષ છેદન થતા હરિયાળું ભરૂચ ધીમ ધીમે રણસમાન ભસવા લાગ્યું જાણો કેવી રીતે ??

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!