Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના રાવપુરા વિસ્તારમાં પોસ્ટ વિભાગ દ્વારા વરસાદમાં રાખડી પલળે નહીં તેવું વોટર પ્રુફ પોસ્ટ કવર બહાર પડાયું.

Share

વડોદરા શહેરના રાવપુરા સ્થિત પોસ્ટ વિભાગની હેડ ઓફિસમાં દક્ષિણ ગુજરાત ક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ પ્રીતિ અગ્રવાલ દ્વારા રાખડી મોકલવા માટેના વોટર પ્રૂફ રાખી કવર અને રાખડી મોકલવા માટે ખાસ ટપાલ પેટીઓનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ટપાલ પેટીમાં નાખવામાં આવેલી રાખડી બીજા દિવસે જે તે જગ્યાએ મળી જાય એવી ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. રાખડી મોકલવા માટેના વોટર પ્રૂફ રાખડી કવર નજીકની હેડ પોસ્ટ ઓફિસમાંથી પણ મેળવી શકાશે. સાથે સાથે ઇન્ટરનેશનલ ટ્રેક પેક્ટ સર્વિસ અને સ્પીડ પોસ્ટ પાર્સલ દ્વારા બહેનો વિદેશમાં પણ સમયસર અને સલામત રીતે રાખડી મોકલી શકશે. રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં દક્ષિણ ગુજરાત ક્ષેત્રની વડોદરા હેડ પોસ્ટ ઓફિસમાં રાખી ક્વરની સાથે-સાથે તરસાલીમાં આવેલા સેવાતીર્થ એનજીઓને પણ રાખડી વેચવા માટે રાવપુરા પોસ્ટ ઓફિસમાં પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. રાખડી કવર માત્ર ૧૦ રૂપિયામાં નજીકની હેડ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ રહેશે. રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં દક્ષિણ ગુજરાત ક્ષેત્રની વડોદરા હેડ પોસ્ટ ઓફિસમાં રાખી ક્વરની સાથે-સાથે તરસાલીમાં આવેલા સેવાતીર્થ એનજીઓને પણ રાખડી વેચવા માટે રાવપુરા પોસ્ટ ઓફિસમાં પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ શહેરમાં નવરાત્રીમાં છેડતી કરતા 278 અને પીધેલા 438ની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ : છીપવાડ ચોક ગાંધી બજાર રોડ ઉપર ગટર લાઇનમાં મોટો ખાડો પડેલ છે તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટીએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

વડોદરા : પત્ની અને પુત્રી એ યુવતીને મળવા પહોંચેલ પતિને ઝડપી પાડી યુવતીને માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!