Proud of Gujarat
FeaturedGujaratINDIA

બોટાદ લઠ્ઠાકાંડમાં સંડોવાયેલ જટુભા રાઠોડ વડોદરાના સાવલીથી ઝડપાયો.

Share

બોટાદના લઠ્ઠાકાંડ બાદ સરકાર અને પોલીસ તંત્ર હચમચી ગયું છે. લઠ્ઠાકાંડમાં 35 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો હાલ સારવાર હેઠળ છે. ઘટના સામે આવતા જ પોલીસ તંત્ર દોડતું થયું છે. તો બીજી તરફ રાજકીય મોરચે ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. ગતરોજ મામલામાં કેમીકલનો જથ્થો પુરો પાડનાર બેની ધરપકડ કરવામાં આવી હતી. અને અન્ય એકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તેવામાં વડોદરા જિલ્લા પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. લઠ્ઠાકાંડ બાદથી ભાગતો ફરતો જટુભા રાઠોડને ગઇ કાલે સાવલી પોલીસે સાવલાની પ્રથમપુરા ગામેથી દબોચી લીધો છે.

વડોદરા જિલ્લા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, જટુભા લાલુભા રાઠોડ (રહે. રાણપુરા, બોટાદ) પ્રથમપુરા ગામમાં રહેતા તેના એક સંબંધીના ઘરે આવ્યો હતો. જે બાદ જિલ્લા એસપીએ આ અંગે ટીમ બનાવી તેને દબોચી લેવા ટીમ સક્રિય કરી હતી. સાવલી પોલીસના 35 જેટલા કર્મીઓની ટીમે પ્રથમપુરા ગામમાં ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રે જટુભાને દબોચી લેવામાં આવ્યો હતો. જટુભાની દબોચી લીધા બાદ મોડી રાત્રે બોટાદ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે જટુભા પાસેથી ત્રણ મોબાઇલ મળી આવ્યા છે. જટુભાની પ્રાથમિક પુછપરછમાં તેણે જણાવ્યું કે, તેના વિરૂદ્ધમાં બરવાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે. જેથી પોલીસ ધરપકડ ટાળવા માટે તે સાસરીમાં પ્રથમપુરા ગામે બપોરે આવી ગયો હતો.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર: લીંબડી નિમબાર્ક મોટા મંદિર ખાતે થી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિની ટીમને સન્માનિત કરાયા

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી બ્રિજ નજીક વહેલી સવારે કોલસી ભરેલ ટ્રક માં ભીષણ આગ ના પગલે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…………

ProudOfGujarat

ભરૂચ પોલીસ હેડ કવાટર્સ ખાતે વન મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!