ગુજરાતના બોટાદ બરવાળા પંથકમાં લઠ્ઠાકાંડના મામલે સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ગુજરાતને કલંકિત કરતી ઘટનામાં ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર ઉપર આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. બોટાદ બરવાળા પંથકમાં મિથેઇલ આલ્કોહોલનો બિનઅધિકૃત વેપલો કરતાં અને પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ દારૂના અડ્ડાઓની આ ઘટનાએ પોલ ખુલી છે.
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી ખાતે NSUI ના કાર્યકરો દ્વારા પાણીની પોટલીઓ બનાવી કેમિકલ લઠ્ઠાકાંડનો વિરોધ કરાયો હતો. બોટાદમાં થયેલા કેમિકલ લઠ્ઠાકાંડમાં ૪૦ થી વધુ લોકોના મોત મામલે વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે NSUI ના કાર્યકર્તાઓએ પાણીની પોટલીઓ બનાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કેમિકલ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોને આર્થિક સહાય આપવા પણ માંગ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા NSUI ના 6 જેટલા કાર્યકર્તાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
વડોદરા : એમ.એસ યુનિવર્સિટી ખાતે લઠ્ઠાકાંડ મામલે એન.એસ.યુ.આઇ દ્વારા વિરોધ પ્રદર્શન.
Advertisement