વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની વાર્ષિક સાધારણ સભા દરમિયાન અંદાજપત્રમાં દર્શાવેલ જોગવાઈઓ સામે થયેલ ખર્ચની નોંધ, સંઘના નિયામક મંડળએ કરેલા કામકાજનો અહેવાલ, વિકાસલક્ષી કામના આયોજનની નોંધ વગેરે જેવા એજન્ડા રજૂ થયા હતા. ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન, એમડી સહિત વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની દૂધ મંડળીના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વિતેલા વર્ષે સાવલી, ડભોઇ અને વાઘોડિયાના ધારાસભ્યો પશુપાલકોના ભાવ ફેરની રકમ મુદ્દે એક જૂથ થયા હતા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષની મધ્યસ્થી બાદ પશુપાલકોને 27 કરોડ ચૂકવાયા હતા. ત્યારે આજની આ સભા તોફાની બનવાના એંધાણ હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો. સભા અગાઉ ડેરીના ચેરમેન દિનુ મામાએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં દરેકને બોલવાનો અધિકાર છે. આ અમારી માલિકીની નહીં પરંતુ વડોદરા છોટાઉદેપુર જિલ્લાના દૂધ ઉત્પાદકોની સંસ્થા છે. જે તમામના સહયોગથી કાર્યરત છે. અને દૂધ ઉત્પાદકોના હિતમાં નિયામક મંડળ કામ કરી રહ્યું છે.પ્રથમ મુદ્દામાં છેલ્લા એક વર્ષમાં મૃત્યુ પામેલા દૂધ ઉત્પાદક મંડળીના પ્રતિનિધિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જ્યારે ગત વર્ષની 64 મી વાર્ષિક સાધારણ સભાનું પ્રોસીડિંગ બહાલ કરવામાં આવ્યું. તેમજ વર્ષ 2021- 22 ના વર્ષના અંદાજપત્રમ દર્શાવેલ જોગવાઈ સામે થયેલા ખર્ચને મંજુર કરવામાં આવ્યો હતો સાથે સાથે 31 માર્ચ 2022 ના રોજ પુરા થતા વર્ષના સરવૈયા મુજબ નફા વહેંચણી મંજુર કરવામાં આવી હતી.
બરોડા ડેરીની સામાન્ય સભામાં ભાવફેરના રૂ.72 કરોડ ચુકવવાની જાહેરાત કરી.
Advertisement