વડોદરા જિલ્લામાં દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વને ધાર્મિક માહોલમાં ઉજવવામાં આવે છે. અગામી મોહરમને અનુલક્ષીને કલાત્મક તાજીયાઓને તૈયાર કરવાની કામગીરી રાત-દિવસ ચાલી રહી છે. તો બીજી તરફ પોલીસ પ્રશાસન દ્વારા પણ કોમી એખલાસ જળવાઈ તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
મોહરમ ઇસ્લામિક વર્ષનો પહેલો મહિનો છે. ઇસ્લામના પયગમ્બર હઝરત ઇમામ હુસેન, પયગમ્બર હઝરત મોહમ્મદ મહંમદની શહાદતના દુખમાં મહોરમનો તહેવાર ઉજવવામાં આવે છે. મુહરમનો તહેવાર 1 ઓગસ્ટના રોજ ચંદ્રના દર્શન સાથે પ્રારંભ થશે. મોહરમમાં કર્બલાના શહીદોની યાદમાં જૂલુસ કાઢવામાં આવે છે. અંતિમ પૈગંબર હઝરત મુહમ્મદ સાહેબના પૌત્ર ઈમામ હુસૈન અને તેમના સાથીઓની યાદમાં મોહરમ મનાવાય છે. શિયા મુસ્લિમ સમાજના લોકો તેને ગમ તરીકે ઉજવે છે. ઇમામ હુસેન અને તેના અનુયાયીઓની શહાદત આ દિવસે યાદ આવે છે. વડોદરા જિલ્લામાં પણ મોટી સંખ્યામાં તાજીયાનું સ્થાપન કરવામાં આવે છે ત્યારે વડોદરાના કારીગર કલાકારીને આખરી આપી રહ્યા છે. કારીગર હનીફ શેખે જણાવ્યું હતું કે, તાજિયા લાકડાં અને કાપડના ગુંબજથી બનેલા છે અને ઇમામ હુસેનની સમાધિનું અનુકરણ કરે છે, તેને એક ઝરણા જેવું સજાવટ કરે છે અને તેને એક શહીદની જેમ સન્માનિત કરે છે. હાલ વડોદરા શહેરમાં 08 થી 16 ફૂટ સુધીના તાજીયાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.