પ્રાપ્ત વિગતો અનુસાર કોમર્સ ફેકલ્ટીના ટીવાય બીકોમનું પરિણામ 65 દિવસ વીતી ગયા છતાં પણ હજુ ડિક્લેર કરવામાં આવ્યુ નથી તેને લઈને ગઈકાલે બપોરથી દોઢ વાગ્યાના સમયથી આજના બાર વાગ્યા સુધી abvp ના વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટી ખાતે ભૂખ હડતાલ પણ બેઠા છે ત્યારે ગતરાત્રિના 12:00 વાગે રજીસ્ટર સાહેબની અધ્યક્ષતામાં આ જ વિષયને લઈને કોમર્સ ફેકલ્ટી પર અમુક સિન્ડિકેટ મેમ્બર ડીનની ઉપસ્થિતિમાં મેરેથોન બેઠક થઈ હતી પરંતુ એબીવીબીના વિદ્યાર્થીઓ એક જ જીદે અડી રહ્યા છે કે જો પરિણામ નહીં આપો ત્યાં સુધી ભૂખ હડતાળ પર બેસી રહશે અને કોમર્સનું પ્રાગણ છોડશે નહીં ત્યારે 20 કલાક વીતી ગયા બાદ આજે સવારે એબીવીપીના વિદ્યાર્થીઓની હાલત લથડી ગઈ હોય તેવી પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા ત્યારે વધુ હાલત ખરાબ થતા યુનિવર્સિટી હેલ્થ સેન્ટરથી ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા સાથે જ 108 દ્વારા પણ બે વિદ્યાર્થીઓને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે છ વિદ્યાર્થીઓમાંથી ત્રણ વિદ્યાર્થીઓની હાલત બગડી હોય તેવું કહી શકાય. ત્યારે આ વિષયનો અંત ક્યારે આવશે તે જોવાનું રહ્યું સાથે જ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સાહેબ પોતે રસ લે અને કોમર્સ ફેકલ્ટી પર આવીને તેમની જોડે ચર્ચા વિચારણા કરે તો કદાચ આ વિશેનો અંત આવે નહીં તો કોમર્સ ફેકલ્ટીના ડીને સ્પષ્ટ કહી દીધું છે કે પરિણામ આવતા ૧૩ દિવસ બાદ જ કોમર્સ ફેકલ્ટીના ટી વાય બી કોમનું રીઝલ્ટ આવશે ત્યારે 7000 વિદ્યાર્થીઓનું ભાવી કોમર્સ ફેકલ્ટીના ડીનના હાથમાં છે ત્યારે વિદ્યાર્થીઓની જીત થાય છે કે પછી મેનેજમેન્ટની તે જોવાનું રહ્યું.
વડોદરા : કોમર્સ ફેકલ્ટીના ટીવાય બીકોમનું પરિણામ જાહેર ન કરાતા ભૂખ હડતાળ બેસેલ વિદ્યાર્થીઓની હાલત લથડી.
Advertisement