પ્રાપ્ત વિગતો અનુસાર ફતેગંજ પોસ્ટ ઓફિસ ખાતે આવેલા બ્રિજથી સેફ્રોન ટાવર તરફ જતા માર્ગ પર આ બનાવ બન્યો હતો. જેમાં મુખ્ય રોડની બાજુમાં આવેલી પ્રાઈવેટ કંપાઉન્ડની દિવાસ વરસાદના કારણે ધરાશાયી થઈ છે. મહત્વનું છે કે આ કંપાઉન્ડની નજીકમાં જ હિલ મેમોરિયલ હાઈસ્કૂલ આવેલી છે. જેમાં 700 થી વધુ બાળકો અભ્યાસ કરે છે. શાળા સવારે 7.30 વાગ્યે શરૂ થતી હોવાથી વહેલી સવારથી જ અહિંયા બાળકોની અવરજવર જોવા મળે છે. જોકે સવારે 6 વાગ્યે આ દિવસ ધરાશાયી થઈ હતી. જેથી કોઈ પણ બાળક કે અન્ય કોઈને ઈજા પહોંચી ન હતી.
આ વિશે કંપાઉન્ડના ટ્રસ્ટીના જણાવ્યા પ્રમાણે, કંપાઉન્ડની દિવાલ અંદાજે 25 થી 30 વર્ષ જૂની છે. છેલ્લા ઘણા સમયથી તે જર્જરીત હાલતમાં હતી. જેથી અમે નક્કી કર્યું હતું કે જૂની દિવાલ તોડીને અહિંયા નવી દિવાલ બનાવવામાં આવશે. પરંતુ વરસાદના કારણે આ કામગીરી અટકી ગઈ હતી અને તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે આજે વહેલી સવારે 6 વાગ્યે આ દિવાલ પડી ગઈ છે. વરસાદને કારણે આશરે 200 મીટર જેટલી દિવાલ ધરાશાયી થઈ છે. જોકે આ સમયે કોઈ પણ વ્યક્તિ હાજર ન હોવાથી મોટા જાનહાની ટળી ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે મકાનો અને દિવલ ધરાશાયી થવાના બનાવો સામે આવી રહ્યા છે. કેટલીક વખતા આવા બનાવોને પગલે લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. જોકે આ ઘટનામાં બાળકોનો કુદરતી બચાવ થયો છે. જો આ દિવસા શાળાના સમય દરમિયાન પડી હોત તો ઘણા બાળકોને ઈજા પહોંચતી.