મૂળ વડોદરાની યુવતી માયુશી ભગત વર્ષ 2017 માં ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાના ન્યુ જર્સી ખાતે ગઈ હતી. તે કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં માસ્ટર ડિગ્રી મેળવવા સ્ટુડન્ટ વિઝા પર ત્યાં ગઈ હતી. વર્ષ 2019 માં એપ્ર્રીલ મહિનામાં તેણીએ પોતાની માસ્ટર ડિગ્રી પતાવી દીધી હતી અને ત્યારબાદ તે નોકરીની શોધમાં હતી દરમિયાન તેણીના માતા પિતા પણ અમેરિકાના સ્થાયી સીટીઝન થઇ ગયા હતા. માયુશીના પિતા અમેરિકામાં નોકરી કરી રહયા છે. તેઓ અને માયુશી બંને અલગ અલગ શહેરોમાં રહેતા હોઈ માયુશીએ તેઓને 2019 માં કોલેજ પત્યા બાદ એક અઠવાડિયામાં તેઓના શહેરમાં મળવાનું કહ્યું હતું પરંતુ એક સપ્તાહ બાદ તે ઘરે ન આવતા માતા પિતાએ તેણીની શોધખોળ આરંભી હતી દરમિયાન માલુમ પડ્યું હતું કે તેણી ગુમ થઇ છે અને તે જ્યાં રહેતી હતી ત્યાં તેના રૂમમાં લોહીના ડાઘ પણ મળ્યા હતા. આ અંગે માયુશીના પિતાએ ન્યુ જર્સીમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. જોકે આ વાતને 3 વર્ષ વીતી ગયા બાદ એફ.બી.આઈ દ્વારા સત્તાવાર રીતે માયુશીના ગુમ થયાની જાહેરાત કરી છે. 3 વર્ષ સુધી આ યુવતીનો કોઈ અતોપતો નથી જેના કારણે વડોદરા ખાતે રહેતા તેણીના દાદી અને મામા મામી ચિંતિત છે અને તેઓ દીકરી વહેલી તકે મળી જાય તેવી પ્રાર્થના કરી રહયા છે. તો તેણીના પિતા પણ આ બાબતે ખુબ ચિંતિત છે. અને દીકરીના સગડ મળે તેમ ઈચ્છી રહયા છે.
વડોદરાની યુવતી માયુશી ભગત અમેરિકામાં ગુમ થતાં એફ.બી.આઈ એ 3 વર્ષ પછી મિસિંગ યાદીમાં જાહેર કરી.
Advertisement