ગૌરક્ષકો ને મળેલ બાતમી આધારે સાવલી પોલીસ અને ગૌ રક્ષકો દ્વારા સંયુક્ત રીતે મધ્ય રાત્રી એ સાવલી ની પોઇચા ચોકડી પાસે 10 જેટલા ગૌ વંશ કતલખાને લઈ જતા આઇસર ટેમ્પો માં ક્રૂરતાપૂર્વક લઇ જતા ગૌવંશ ને ઝડપી બચાવાયા હતા.
વડોદરા જિલ્લાના સાવલી પોઇચા ચોકડી પાસે ભીમનાથમહાદેવ મંદિર પાછળ ઝવેરીપુરા ના રસ્તા પાસે થી સાવલી ના ભાદરવા ગાંમેં રહેતા ગોરક્ષક અનિલભાઈ ભાટીયા ને વિશ્વ હિન્દુ પરિષદના ગોવરક્ષા દક્ષિણ વિભાગ ના પ્રમુખ જતીનભાઈ વ્યાસ એ આપેલ બાતમી માહિતી આધારે સાવલી પોલીસઅને અન્ય પશુપ્રેમી સંદીપ જેસડીયા અને નીલય પટેલ ને સાથે રાખી વોચ માં હતા ત્યારે પસાર થતા ભૂરા કલર ના આઇસર ટેમ્પો રોકી તપાસ કરતા તેમાં 10, જેટલા ગૌવંશ ક્રૂરતાપૂર્વક અને ખાણી પીણી ની વ્યવસ્થા વગર દોરડા થી બાંધી લઈજવાનું દેખાઈ આવતાં ટેમ્પો ચાલક અને તેના સાથીદારો ને ગૌવંશ ભરેલા ટેમ્પો સહિત સાવલી પોલીસમથકે લાવી તપાસ હાથ ધરી હતી.
સાવલી પોલીસ એ ગોરક્ષક અનીલ, ભાટીયા ની પ્રાણીક્રૂરતા ખાણી પીણી ની વ્યવસ્થા નો અભાવ યોગ્ય પાસ પરમીટ વગર વહન જેવી ફરિયાદ ના આધારે ટેમ્પો ચાલક સહિતચાર ઈસમો ને 32000 ના ગૌ વંશ અને ટેમ્પો સહિત 97500 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હતી.
અનિલ ભાટીયા,સાવલી