Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મુલતવી દેતા કોંગ્રેસેના કાઉન્સિલરો એ વિરોધ નોંધાવ્યો.

Share

આજરોજ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેને શોકદર્શક ઠરાવ કરી મુલતવી રાખવામાં આવી હતી પરંતુ સભાની તારીખ એક મહિના પછી મુલતવી કરતાં કોંગ્રેસ પક્ષના નારાજ કાઉન્સિલરો દ્વારા ફ્લોર પર બેસી જઇ પોતાનો વિરોધ નોંધાયો હતો.

વડોદરા શહેરમાં અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે પ્રજાના પ્રશ્નો સભામાં ચર્ચાવા જોઈએ તેને બદલે સભા મુલતવી રાખી 1 અને આવનારી સભા એક એક મહિના પાછી ઠેલાવવામાં આવે છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા આ સભા આવતા વીકમાં રાખવામાં આવે તેવી માંગ સાથે સામાન્ય સભાના ફ્લોર પર બેસી જઇ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Advertisement

જ્યારે બીજી તરફ વડોદરાના પ્રથમ નાગરિક કે રોકડિયા જણાવ્યું હતું કે કોંગ્રેસનું કામ જ વિરોધ કરવાનું છે વર્ષોથી જે પ્રણાલિકા ચાલતી આવી છે તે પ્રમાણે જ શોખ દર્શક ઠરાવ કરી અને સામાન્ય સભા મુલતવી કરવામાં આવી છે. કોંગ્રેસના સભ્યો કોંગ્રેસના કાઉન્સિલરો કે કોંગ્રેસના કોઈ પણ કાર્યકર્તાને કોઈપણ જાતની રજૂઆત કરવી હોય તો મેયર ચેરમેન કે કમિશનરને કરી શકે છે કે પછી વોર્ડ કચેરીમાં પણ પોતાના પ્રશ્નો મૂકી શકે છે અને તેનો નિરાકરણ પણ થઈ શકે છે.


Share

Related posts

નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવિડ-19 નાં સાજા થયેલા સાત દર્દીઓને આજે રજા આપવામાં આવી આજની સ્થિતિએ રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ ૪૪ દર્દીઓ સારવાર હેઠળ.

ProudOfGujarat

રાજપીપળા બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં રાજ્યમાં અવ્વલ નંબરે ઝળકી

ProudOfGujarat

જી.એમ.ડી.સી નિગમનો અહંકાર ભરેલ કારભારમાં ડ્રાઈવરો અને કામદરો પ્રાથમિક સુવિધાઓથી વંચીત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!