Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરાનાં આજવા સરોવરની સપાટી 211 ફૂટથી ઉપર જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

Share

મધ્યપ્રદેશના ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદના પગલે વડોદરાના આજવા સરોવરમાં પાણીની આવકા વધી રહી છે. આજવા સરોવરની સપાટી 211 ફૂટની ઉપર જતાં 62 દરવાજા ખોલી વધારાના પાણીને વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે.

જેના કારણે વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ભરાવની શરૂઆત થઈ છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે લોકોને એલર્ટ રહેવા સૂચનાઓ આપવામાં આવી છે તેમજ સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.

વડોદરાના કારેલીબાગ વિસ્તરરમાં આવેલી ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં પાણી પ્રવેશવાની શરૂઆત થતાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. વિશ્વામિત્રી નદીના પટમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તમામ લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથધરી છે. અસરગ્રસ્ત લોકોને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નાગરવાડા વિસ્તારમાં આવેલ સંત જલારામ શાળામાં ખસેડવામાં આવી રહ્યા છે. સદર ઝૂંપડપટ્ટીનાં આશરે 150 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : અંકલેશ્વર નજીક હાઇવેને અડીને આવેલ અમરતપરા ગામ નજીકથી મૃતદેહના ટુકડા કરી કોથળામાં ભરી નિકાલ કરવાનો પ્રયાસ.

ProudOfGujarat

વડોદરા : વાઘોડિયાની શંકર પેકેજીંગ લિમીટેડ કંપની દ્વારા કર્મચારીઓને પગાર નહીં ચૂકવાતા લેબર કમિશનની કચેરીએ કરાઇ રજુઆત.

ProudOfGujarat

ટોકિયો ઓલિમ્પિકમાં ભારતનું ખુલ્યું ખાતું: મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં જીત્યો પ્રથમ મેડલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!