વડોદરા પાસે આવેલ વિશ્વામિત્રી નદીમાં અસંખ્ય મગરો વસવાટ કરી રહ્યા છે. જયારે વધુ વરસાદ હોય ત્યારે મગરો નદીમાંથી બહાર આવી જતાં હોય છે. વડોદરાની મધ્યમાં આવેલ કમાટીબાગમાં રાત્રિના સમયે ટોય ટ્રેનના પાટા ઉપર મગર દેખાયો હતો. 3 ફૂટ લાંબા મગરનું વડોદારના પ્રાણી સંગ્રહાલયના કર્મીઓએ રેસક્યુ કર્યું હતું. કહેવાય છે કે મગરો છ મહિના સુધી ભૂખ્યા રહી શકે છે પરંતુ વિશ્વામિત્રી નદીના મગરોની જઠરાગ્નિ સંતોષાતી ન હોવાથી ખોરાકની શોધમાં આમતેમ નીકળી જતાં હોય છે.
Advertisement