Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા નજીક સિંધરોટ ગામ પાસે ઝાડીઓમાં ત્રણ સર્પો પ્રણય ક્રિડા કરતા લોકોમાં કુતૂહલ.

Share

વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસતા સમગ્ર મધ્ય ગુજરાતમાં કુદરત સોળે કળાએ ખીલી છે. સોસાયટીના બગીચાઓથી લઇ ખેતરોએ લીલી ચાદર ઓઢી લીધી છે. ત્યારે આખું વર્ષ દરોમાં છૂપાઇ રહેતા ઝેરી- બીન ઝેરી સર્પો ચોમાસામાં પ્રથમ વરસાદ વરસતાની સાથે જ બહાર નીકળી રહ્યા છે. સામાન્ય રીતે બે સર્પો પ્રણય ક્રિડા કરતા સર્પોના અનેક વિડીયો વાયરલ થયા છે. અને લોકોએ પ્રત્યક્ષ પણ જોયા હશે. પરંતુ, વડોદરા નજીક સિંધરોટ ગામ પાસે રોડ નજીકની જગ્યામાં ત્રણ સર્પો પ્રણય ક્રિડા કરતા મોબાઇલ ફોનમાં ક્લિક થઇ ગયા છે. ત્રણ સર્પો ક્રિડા કરતા હોવાની જવલ્લેજ જોવા મળતી આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે કૂતુહલ સર્જ્યુ હતું.

પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના રાજ ભાવસારે ચોમાસામાં ક્રિડા કરતા જોવા મળતા સર્પો અંગે જણાવ્યું હતું કે, ચોમાસામાં પડતા વરસાદને વરસાદથી બચવા સર્પો દરોમાંથી નીકળી કોરી જગ્યામાં પહોંચી જાય છે. જ્યારે ઉનાળાની ઋતુમાં અસહ્ય ગરમીથી બચવા માટે ઠંડા વિસ્તારમાં આવી પહોંચી છે. તેમનો સંવનન કાળ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનો રહેતો હોય છે. જવ્વલે જ નર-માદા સર્પો ભેગા થઇ જાય ત્યારે ક્રિડા કરતા જોવા મળી જતા હોય છે.

વડોદરા નજીક સિંધરોટ ગામ પાસે એક વ્યક્તિની નજર ક્રિડા કરી રહેલા ત્રણ સર્પો ઉપર પડતા તેને પોતાના મોબાઇલ ઉપર ક્રિડા કરી રહેલા સર્પોનો વિડીયો ઉતારી લીધો હતો. બીજી બાજુ ક્રિડા કરી રહેલા સર્પો અંગેની વાત ફેલાતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ક્રિડા કરી રહેલા સર્પો એટલા મગ્ન હતા કે, ક્રિડા કરી રહેલા સર્પોની જગ્યા પાસેથી વાહનો હોર્ન મારતા પસાર થઇ રહ્યા હોવા છતા, સર્પો ક્રિડા કરી રહ્યા હતા. ક્રિડા કરી રહેલા સર્પો સિંધરોટ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા હતા.

Advertisement

Share

Related posts

દેવગઢ બારીયા ની સ્પોર્ટ્ એકેડેમી ના વિદ્યાર્થીઓએ નેશનલ એથ્લેટિક મા મેડલ મેળવ્યા

ProudOfGujarat

ગોધરા તાલુકાના ટીમ્બા ગામમાં પંચમહાલ જિલ્‍લા વહીવટી તંત્રની રાત્રિ ગ્રામસભા યોજાઇ.

ProudOfGujarat

માંગરોળ : બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકાનાં સી.આર.સી. તથા મુખ્યશિક્ષકો માટેની એક દિવસીય માર્ગદર્શન શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!