ભારે વરસાદને પગલે વડોદરાના પોર પાસેથી પસાર થતા નેશનલ હાઈવેની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ હતી, જેને કારણે એક મકાનની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને 5 ઝૂંપડાંને નુકસાન થયું હતું. સદનસીબે મકાન અને ઝૂંપડાંમાં રહેતા 15 લોકોનો બચાવ થયો હતો. વાહનચાલકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો.
વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર રોજનાં હજારો વાહનો પસાર થાય છે. તાજેતરમાં જ ઢાઢર નદીમાં પાણી વધતાં આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં હતાં, જેને કારણે પોર સહિતનાં ગામના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી, ત્યારે બુધવારે સવારે પોર નજીક હાઇવેની પ્રોટેક્શન વોલ ધસી જતાં વાહનચાલકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. હાઈવેની નીચેના ભાગે ઝૂંપડાં આવેલાં છે. એકાએક લોખંડની રેલિંગ સાથે પ્રોટેક્શન વોલ ધસી પડતાં એક મકાન અને 5 ઝૂંપડાંને નુકસાન પહોંચ્યું હતું.
Advertisement