સમગ્ર રાજ્ય સહિત વડોદરા જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે, ત્યારે નદીઓમાં પૂરની સ્થિતી સર્જાઇ છે. વડોદરા જિલ્લા અને તેના ઉપરવાસમાં ભારે વરસાદ થવાની આગાહી છે. પરિણામે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પણ પૂરની સ્થિતી સર્જાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. વિશ્વમિત્રી નદીમાં પૂરની સ્થિતી સર્જાય ત્યારે શહેરમાં કયા બ્રિજ ઉપર પાણીનું લેવલ કેટલું છે. તે જાણવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા 10 વોટર લેવલ સેન્સર મૂકવામાં આવ્યા છે. જે પૈકી 7 વોટર લેવલ સેન્સર હાલ કાર્યરત છે. આ ઓટોમેટિક વોટર લેવલ સિસ્ટમથી જળ સ્તરની એક્યુરસી વધશે.વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વિશ્વામિત્રી નદીની જળ સપાટી માપવા માટે ત્રણ વર્ષ પહેલાં વોટર લેવલ સેન્સર લગાવવામાં આવ્યા હતા. અગાઉ જૂની પદ્ધતિથી પાણીનું લેવલ માપવામાં આવતું હતું. હવે જુની પદ્ધતિના બદલે નવી સિસ્ટમ અપનાવવામાં આવી છે. જેથી વિશ્વામિત્રીમાં જળસ્તરની સચોટ માહિતી ઓટોમેટિક સિસ્ટમથી મળી શકશે. પાલિકાના કંટ્રોલ રૂમ સહિત અધિકારીઓના મોબાઇલ પર પાણીના જળસ્તરની રજેરજ માહિતી આ સિસ્ટમથી મળી રહેશે. વિશ્વામિત્રી નદીમાં જ્યારે પણ પાણી વધે છે ત્યારે અગાઉ અને હાલ પરંપરાગત પદ્ધતિથી નોંધણી કરવામાં આવે છે.કોર્પોરેશનમાંથી મળેલી માહિતી પ્રમાણે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ઉપર આવેલા કાલાઘોડા સહિત અન્ય સ્થળો પર માપણી રેખાંકિત કરવામાં આવેલી છે. જોકે હવે નવી ટેકનોલોજીની મદદથી સેન્સર પદ્ધતિથી પાણીનું સ્તર જાણી શકાય છે. આજવા સરોવર, કાલાઘોડા બ્રિજ અકોટા બ્રિજ, આસોજ ફીડર, મુજ મહુડા બ્રિજ, નરહરિ બ્રીજ પ્રતાપ નગર ડેમ રાત્રી બજાર બ્રિજ સમા હરણી બ્રિજ સહિત 10 સ્થળે સિસ્ટમ મૂકવામાં આવી છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીનું લેવલ જાણવા 10 જગ્યાએ વોટર લેવલ સેન્સર મૂકાયા, સચોટ માહિતી મળશે.
Advertisement