વડોદરામાં દેવપોઢી એકાદશી નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પારંપરિક રીતે યોજાતી ભગવાન વિઠ્ઠલનાથજીની 213 મી રથયાત્રા બે વર્ષ બાદ રંગેચંગે ધામધૂમથી ભક્તોની હાજરીમાં નીકળી હતી. શ્રીહરિ નગરચર્યા કરવા માટે નીકળ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ બૉમ્બ સ્ક્વોડ દ્વારા ચેકીંગ ઓન હાથ ધરવામાં આવ્યું હતું.
દેવપોઢી એકાદશીને દિવસે દેવ સ્થાન ટ્રસ્ટ દ્વારા પારંપરિક રીતે યોજાતી ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીની શોભાયાત્રાની અર્ચન કરવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં ભગવાન વિઠ્ઠલનાથજીની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી.
જેમાં રાજકીય અગ્રણીઓ સહિત સામાજિક અગ્રણીઓ જોડાયા હતા. ત્યારબાદ ભગવાન વિઠ્ઠલનાથજી ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈને વાજતે ગાજતે નગર ચર્યાએ નીકળ્યા હતાં અને હજારો ભક્તોને દર્શન આપ્યા હતા. શોભાયાત્રામાં પરંપરા મુજબ બેન્ડ, નાશીક ઢોલ, શહેનાઈ વાદન સાથે શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. ત્યારે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલાના નાદથી શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા. શહેરમાં ઠેર ઠેર ભાવિક ભક્તો શ્રી હરીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત વિઠ્ઠલનાથજીની પાલખીનો રથ ખેંચવા માટે પડાપડી કરી હતી. નગર ચર્યા બાદ શ્રી હરિ નિજ મંદિરમાં યથાસ્થાને બિરાજ્યા હતા. હવે સાડા ચાર મહિના સુધી ભગવાન વિઠ્ઠલનાથજી નિજ મંદિરમાં હોમ કવોરન્ટાઇન થશે. આજથી સાડા ચાર માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્યો પણ નહી થાય.
વડોદરામાં દેવપોઢી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીની 213 મી રથયાત્રા યોજાઈ.
Advertisement