ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કરી જાહેરાત કરી છે કે આગામી સમયમાં ગણેશોત્સવ દરમિયાન સ્થાપના કરવામાં આવનારી મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. જે સરકારી નિર્ણયની જાણ વડોદરા સંસ્કારી નગરી અને ઉત્સવ પ્રિય નગરીના ગણેશ મંડળોને થતાં આજે ગણેશ મંડળના હોદ્દેદારો, પ્રમુખો અને ગણેશ ભક્તોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. આજે ગાંધીનગર ગૃહ ખાતે એકત્રિત થઈ ફટાકડા ફોડી મોઢુ મીઠું કરી ઉજવણી કરી હતી આ સાથે જ તંત્રનો નિર્ણય આવકાર્યો હતો અને તંત્ર શહેર ભાજપ પ્રમુખ, ડોક્ટર વિજય શાહ સહિત ટીમને અભિનંદન પાઠવી પોતાની પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગણેશજીની મૂર્તિ બનાવવા તથા તેના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે જેના નિયમોનું પાલન તમામ લોકોએ કરવું પડશે.