Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના ફાયર ઓફિસર સામે દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ.

Share

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા નિકુંજ આઝાદ સામે એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. નિકુંજે પરિણીત હોવાનું અને તેની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા હોવાનું જણાવી પોતાની વાતોમાં યુવતીને ફસાવી વડોદરા સ્થિત નવા મકાનમાં લગ્ન કર્યા હતા. તે પહેલા તે યુવતીને વડોદરા સરકારી ક્વાર્ટરમાં અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં યુવતીને ગોવા, અમદાવાદની હોટલમાં લઈ જઈને પણ દુષ્કર્મ આચર્યું હતું. સદર યુવતીનો સામાન અમદાવાદથી વડોદરા શિફટ કરવા ફાયરબ્રિગેડની એમ્બ્યુલન્સનો દૂરઉપયોગ પણ કર્યો હતો. યુવતીને વડોદરામાં ઘર લઈ આપ્યું અને જ્યાં યુવતીની જાસૂસી કરવા ઘરમાં કેમેરા પણ ફીટ કરાવ્યા હતા. પોતાની પત્ની હોવા છતાં યુવતી સાથે નવા ઘરમાં જ ફૂલહાર કરી બીજા લગ્ન પણ કરી લીધાં હતા. યુવતી સાથે કરેલ દુષ્કર્મનો વિડિયો બનાવ્યો, જેને લેપટોપ અને મોબાઈલમાં રાખતો હતો. થોડાક દિવસ પહેલા જ નિકુંજ આઝાદ સામે તેની જ પત્નીએ દારૂનો નશો કરી ઘરે આવી ધમાલ મચાવતા હોવાની પોલીસમાં કરી હતી ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર કરતાં 4 બાંગ્લાદેશી ઝડપાયા

ProudOfGujarat

સુરત ગ્રામ્યમાં પિસ્તોલની અણીએ લૂંટ ચલાવનાર ત્રણ લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા

ProudOfGujarat

લીંબડી મહોરમ પર્વની સાદગીથી ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!