Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાની રાજસ્થંભ સોસાયટીમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા રહીશોને ભારે હાલાકી.

Share

વડોદરા શહેરમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી ત્રસ્ત રાજસ્થંભ સોસાયટીમાં આજે ફરી એકવાર વરસાદી પાણી ભરાઈ જતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ અહીં ખુલી જવા પામી છે. જ્યારે સ્થાનિક નગરસેવકે પાલિકાની નિષ્ફળતાને ઉઘાડી પાડવા પાણીમાં બેસી જઈને વિરોધ વ્યક્ત કર્યો છે.

છેલ્લા 25 વર્ષથી વડોદરા શહેરમાં સામાન્ય વરસાદ પડે ત્યાં તો રાજસ્થંભ સોસાયટી ટાપુમાં ફેરવાઈ જાય છે. પાલિકાની વડી કચેરીથી માત્ર એક કિલોમીટરના અંતરે આવેલી સોસાયટીના આવા હાલ થાય તો આખા વડોદરાની શું સ્થિતિ સર્જાતી હશે તેની આપ કલ્પના કરી શકો છો. આજે સામાન્ય વરસાદ પડતાની સાથે રાજસ્થંભ સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા પામ્યા છે. સોસાયટીની આસપાસ ત્રણેય તરફ વરસાદી કાંસ અને તળાવ આવેલા છે. જ્યારે એક તરફ પ્રવેશ માર્ગ છે. પ્રવેશ માર્ગ પર જ ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા છે. વર્ષોથી અહીં આવી જ સ્થિતિ છે. બે વર્ષ અગાઉ અહીં રસ્તા પર મગર ફરતા પણ નજરે ચઢ્યા હતા. છતાંય આ વર્ષે માત્ર કાગળ પર થયેલી પ્રિ મોન્સૂન કામગીરીને કારણે ફરી આવી જ સ્થિતિ સર્જાઈ છે. થોડા સમય પહેલા પાલિકાએ લાલબાગ તળાવને ખાલી કરવાની કવાયત હાથ ધરી હતી. જોકે આ કામગીરી પણ નિષ્ફળ નિવળી છે. જ્યારે આજે સવારથી વડોદરા શહેરમાં 10 મીમી વરસાદ પડતાં ની સાથે જ સોસાયટી ટાપુમાં ફેરવાતા સોસાયટીના રહીશોએ રોષ વ્યકત કર્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ને હા. નંબર 48 ઉપર કાર , બસ અને ટ્રક વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

અંકલેશ્વર આમલાખાડીમાં છોડાતા પ્રદુષિત પાણી અંગે 5 કંપનીઓ ઝડપાઇ.

ProudOfGujarat

વડોદરા આર.આર સેલે ડેડીયાપાડાના મંડાળા ગામેથી 2 લાખના ગાંજા સાથે 1 વ્યક્તિની ધરપકડ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!