Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ટીમ રિવોલ્યુશન દ્વારા ખાડા પૂરો અને પૈસા કમાવો અભિયાન હાથ ધરાયું.

Share

વડોદરામાં ટીમ રિવોલ્યુશન દ્વારા ત્રણ દિવસની જુંબેશના ભાગરૂપે ખાડો પૂરો અને પૈસા કમાવો અભિયાનમાં શહેરનો કોઈ પણ નાગરિક કોર્પોરેશનની હદમાં આવતા રોડ પરના ખાડા પૂરે અને એક ખાડા દીઠ રૂ.200 ની કમાણી કરી શકે છે.

આજે હરીનગર બ્રિજ નીચે 5 ફૂટનો પહોળો ખાડો પુરવા ટીમ રિવોલ્યુશન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. 150 થી વધુ લોકોને અપીલ કરતાં કોઈ પણ વ્યક્તિ ખાડો પુરાવાની તૈયારી ન બતાવી અંતે ઝોમેટોમાં નોકરી કરતો યુવરાજ નામનો યુવાન ખાડો પુરાવા તૈયાર થતાં ટીમ રિવોલ્યુશનએ તેમણે 200 રૂ.નું વળતર આપ્યું હતું. તેમજ આ કામ કરવા બદલ શહેરના નાગરિક વતી તેમના આ કર્મને બે હાથ જોડી સલામ કરી હતી. તો બીજી ઘટનામાં નંદાલયથી રામેશ્વેર મંદિર જતા માર્ગે સિટીઝન ચાર રસ્તા પર ચાર મોટા ખાડા પડ્યા હતા જે ચામુંડા ટ્રેડર્સના માલિક દ્વારા રોડા છારૂ મોકલી ખાડાઓ પુરવામાં આવ્યા હતા. ખાડા દીઠ વળતર આપવા છતાં ચામુંડા ટ્રેડર્સના મલિકે વળતર લીધું ન હતું. હજુ આ ખાડા પૂરો અભિયાન 3 દિવસ ચાલવાનું છે જેમાં શહેરના અન્ય લોકો સહભાગી થાય તેવી ટીમ રિવોલ્યુશન એ વિનંતી કરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં સરકારી વાઘપુરા ગામની સીમમાં મૃત હાલતમાં દીપડો મળ્યો.

ProudOfGujarat

શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. માં કમિટીની મુદત પૂરી થતા ચૂંટણી કરાવવા અંગે સંદીપસિંહ માંગરોલાએ કરી રજુઆત.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામની પંચાયતની વિજેતા ટીમે જિલ્લા ભાજપા પ્રમુખની લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!