Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

વડોદરાની એન.આર.આઈ મહિલાની જવેરાતની લૂંટની તપાસના વડોદરા રેલ્વે પોલીસે અજાણ્યાની કુખ્યાત સાંસી ગેંગ ઝડપી પાડી જાણો કેમ કેવી રીતે અને ક્યાં??

Share

 

કેટલાક સમય અગાઉ એન.આર.આઈ મહીલાની જવેરાતની લૂંટ થઇ હતી. આ અંગે વડોદરા પોલીસે ગણતરીના સમયમાં હરિયાણાની ખુખ્યાત સાંસી ગેંગ ઝડપી પાડી હતી.

Advertisement

આ બનાવની વિગત જોતા શ્રીમતી લત્તા તોલાની ઉંમર વર્ષ ૩૫ નાઓની તારીખ ૦૩-૦૨-૨૦૧૮ નાં રોજ ટ્રેન નંબર ૧૨૪૯૪ રતલામ થી વડોદરા આવવા મુસાફરી કરતા હતા. દરમ્યાન ૧૧ વાગ્યાના સુમારે વડોદરા રેલ્વે સ્ટેશન આવવાના ૫ મિનીટ પહેલા તેઓની સામાનની ચાર બેગો દરવાજા પાસે લાવતા હતા ત્યારે તેઓને મદદ કરવાના બહાને ચાર અજાણ્યા ઇસમોએ મદદ કરવાના બહાને આડ કરી તેઓની નજર ચૂકવી સામાનની બેગમાંથી એક ડાર્ક બ્લુ કલરનું ગુલાબી ચેઈનવાળું પાંચ જેમાં સોના તથા હીરાજડિત દાગીના કુલ રૂ! ૧૪,૦૦,૦૦૦/- મત્તાની ચોરી કરી નાસી ગયેલ જે ગુનો વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે નોંધાવામાં આવ્યો હતો.

આ ગુનાવાળી ટ્રેન ઉપરના સી.સી.ટી.વી ફૂટેજમાંથી શંકમદ વ્યક્તિઓના ફોટોગ્રાફ મેળવી ખાનગી બાતમીદાર મારફતે ખાતરી કરતા શકમંદો પૈકી એક સી.સી.ટી.વી ફૂટેજમાનો વ્યક્તિ રોહતક હરિયાણાનો ચંદુ નામનો ઇસમ હોવાનું જણાય આવેલ જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર રાજપુતનાઓએ વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જે.રબારી તથા વડોદરા સુરત રેલ્વે એલ.સી.બી નાં પોલીસના માણસો તથા આર.પી.એફ ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર રમેશકુમાર નાઓની સુચનાથી પોલીસની સયુંકત ટીમ બનાવી હરિયાણા ખાતે મોકલવામાં આવી (૧) ચંદુ (૨) ફકીરા જે બંને રોહતક હરિયાણાના હોય જેઓ સોના-ડાયમંડનાં જવેરાત વેચવા સુરત તરફ જવાના છે તેવી બાતમી મળતા ટેકનીકલ ટીમના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ઇમ્રાન્ભાઇની મદદથી તોના ફોન લોકેશન અંગે ખાતરી કરતા તેઓનું લોકેશન હરિયાણા બાળનું હોવાનું જણાતા અત્રે વડોદરા રેલ્વે સ્ટેશને હરિયાણા તરફથી આવતી તમામ ટ્રેન પર ચંદુ નામના ઇસમની વોચ ગોઠવવામાં આવી હતી. જે દરમ્યાન આજે બાતમી મળેલ કે ચંદુ વડોદરા રેલ્વે સ્ટેશન પર મુસાફર ખાનામાં હાજર છે અને સોના-ડાયમંડનાં દાગીના વેચવા સુરત તરફ જવાના છે જે બન્ને ને તારીખ ૨૬-૦૨-૧૮ નાં રોજ ૫:૩૦ કલાકે પકડી નામ ઠામ પૂછતા (૧) સંજીવ ઉર્ફે ચંદુ રહે. રોહતક હરિયાણા (૨) ફકીરા ઉર્ફે રાહુલ રહે, રોહતક હરિયાણા નાં હોવાનું જણાવેલ. તેઓની બેગમાંથી રોકડા રૂપિયા ૩૬,૦૦૦/- મળી આવેલ તથા બીજાની બેગમાંથી સોના-ડાયમંડનાં દાગીના આશરે રૂ! ૧૦,૫૦,૦૦૦/- મળી આવતા વધુ પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

કુલ ૧૦,૮૬,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે બન્ને ની અટક કરવામાં આવી હતી અને તેઓના સાગરીતોને શોધવા તથા બાકીનો મુદ્દામાલ રીકવર કરવા તેમજ આવા પ્રકારના બીજા અન્ય વન સોધાયેલ ગુનાઓની માહિતી કઢાવવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

માંગરોળ જૈન સંઘમાં આજે પદ્મ ભૂષણ રાષ્ટ્રીય સંત જૈન આચાર્ય શ્રી રત્ન સુંદર સુરી મહારાજ સાહેબની પાવન પધરામણી થઈ

ProudOfGujarat

ભરૂચ – અંકલેશ્વરને જોડતા જુના નેશનલ હાઇવે પર કાર સળગી ઉઠતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં

ProudOfGujarat

ભરૂચ : સાયબર ક્રાઇમનાં જુદા જુદા નાણાકીય છેતરપિંડીનાં કિસ્સામાં રૂ.29,900 રિફંડ કરાવી આપતી ભરૂચ સાયબર સેલ.

ProudOfGujarat
error: Content is protected !!