Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઓનલાઈન એપ્લિકેશનથી IPL ની મેચ ઉપર હાઈટેક સટ્ટા બેટીંગનો પર્દાફાશ કરતી વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસ, ચાર ઇસમોની ધરપકડ કરી.

Share

ઓનલાઈન એપ્લિકેશનથી IPL ની મેચ ઉપર હાઈટેક સટ્ટા બેટીંગનો પર્દાફાશ કરતી વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસ, ચાર ઇસમોની ધરપકડ કરતાં ઓનલાઇન ક્રિકેટ પર સટ્ટો રમાડતા સટોડિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એસ.ઓ.જી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કરજણ જુનાબજાર ખાતે સજ્જન પાર્ક સોસાયટીમાં આવેલ અરવિંદભાઈ કેસૂરભાઈ વસાવાના મકાનમાં કેટલાક ઈસમો મોબાઈલ અને લેપટોપ દ્વારા હાઈટેક ઓનલાઈન સટ્ટા બેટિંગનો જુગાર રમાડે છે.

બાતમીદારની બાતમીના આધારે એસ.ઓ.જી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મકાન નંબર 147 સજ્જન પાર્ક સોસાયટી જુનાબજાર કરજણ ખાતે રેડ કરતા એન્ડ્રોઇડ મોબાઈલમાં ક્રિકેટ માઝા 11 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેપટોપ તેમજ સાદા મોબાઈલના માધ્યમથી હાઈટેક સટ્ટા બેટિંગનો જુગાર રમતા ચાર ઇસમોને સટ્ટા બેટિંગ માટે વપરાયેલ લેપટોપ, મોબાઈલ સહિત 2,12,960 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

યાકુબ પટેલ : કરજણ


Share

Related posts

કોરોના અપડેટ પંચમહાલ જિલ્લામાં એક પણ નવો પોઝિટીવ કેસ નોંધાયો નથી.

ProudOfGujarat

પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં એસિડ ભરેલ ટેન્કરમાં અચાનક બ્લાસ્ટ થતા અફરાતફરી સર્જાઈ, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહિ..!

ProudOfGujarat

108 એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!