Proud of Gujarat
GujaratFeaturedINDIA

હિંમતનગરના વડાલીમાં કોમી તોફાનો બે જૂથ વચ્ચે ધિંગાણું, પોલીસ પર પથ્થરમારો, 5 ઘાયલ

Share

સૌજન્ય/વડાલીઃ સાબરકાંઠાના વડાલીમાં આજથી આઠ માસ અગાઉ મહિલાને ફોન કરવા અંગે થયેલા ઝઘડાની અદાવતમાં મંગળવારે મધરાતે કોમી તોફાન મચ્યું હતું. હિન્દુ અને મુસ્લિમોના ટોળાએ સામસામે પથ્થરમારો કરતાં બે પોલીસ કર્મીઓ સહિત 5 જણાને ઇજા પહોંચી હતી. ટોળાએ છાપરા, 3 દુકાનોની આગળ પડેલો સામાન તેમજ એક લારીમાં તોડફોડ કરી હતી. જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ કાફલાએ ધસી આવી પરિસ્થિતિ થાળે પાડી હતી. આ મામલે વડાલી પોલીસ સ્ટેશનમાં બંને જૂથની સામસામે તેમજ પોલીસ દ્વારા કુલ 3 ફરિયાદો નોંધાઇ છે. જેમાં 29 શખ્સો સામે નામજોગ તેમજ 200 જણાના ટોળા વિરુદ્ધ રાયોટિંગનો નોંધી પોલીસે 15 આરોપીની ધરપકડ કરી હતી. દરમિયાન, બુધવારે બજારો રાબેતા મુજબ ખુલ્યા હતા અને દિવસભર અજંપા ભરી શાંતિ જળવાયેલી રહી હતી.
15 જણાની ધરપકડ : કુલ 3 ફરિયાદો નોંધાઇ, 29 નામજોગ અને 200ના ટોળા સામે રાયોટિંગનો ગુનો
ગત માર્ચ મહિનામાં વડાલીના બજરંગપુરામાં મસ્જિદ નજીક રહેતા ફરદીન ઉર્ફે (ગેડો) ઈકબાલભાઈ મનસુરીએ નગરપાલિકા સામે રહેતા વિપુલ ચોલ્લીયા (સગર)ની પત્નીને ફોન કર્યો હોવાની બાબતે બોલાચાલી થયા બાદ જે-તે સમયે જ સમાધાન થઇ ગયું હતું. પરંતુ મંગળવારે રાત્રે 11 વાગે વડાલી-ઇડર માર્ગ પર વિનાયક હોટલ આગળ વિપુલ ઉભો હતો, ત્યારે ફરદીનને કોઈએ ફોન કરી હોટલે બોલાવતાં તે ફોન વિપુલે કર્યો હોવાનું સમજી દશેક જણાને લઇ હોટલે પહોંચ્યો હતો અને વિપુલ અને તેના મિત્રોને માર માર્યો હતો. બાદમાં આ ટોળાએ ધરોઈ ત્રણ રસ્તા નજીક શાકભાજીની દુકાનોના આગળના છાપરામાં તોડફોડ કરી હતી. આ ઘટનાની જાણ થતાં સગર સમાજના લોકોમાં પણ માર્ગ પર ઉતરી આવતાં સામ સામે પથ્થરમારો તેમજ દુકાનો આગળ અને લારીઓમાં તોડફોડ શરૂ કરી હતી.
પથ્થરમારામાં બે પોલીસ કર્મી ઘવાયા

Advertisement

આ સમયે ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે ટોળાને વિખેરવા જતાં પોલીસ પર પથ્થરમારો કરાતાં કોન્સ્ટેબલ પિયુશકુમારને આંખ અને ખભાના ભાગે તેમજ કિર્તિકુમારને પગે અને કમરના ભાગે ઇજા પહોંચી હતી. વાતાવરણ તંગ બનતાં જિલ્લા પોલીસવડા ચૈતન્ય મંડલીક સહિત પોલીસ કાફલાએ દોડી આવી ટોળાને વિખેરતાં મામલો થાળે પડ્યો હતો. રાત્રે ભારેલા અગ્નિ જેવી સ્થિતિને લઇ શહેરમાં ઠેર ઠેર પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો.
ટોળાએ દુકાનો સહિત 4 જગ્યાએ તોડફોડ કરી
ટોળાએ ધરોઈ ત્રણ રસ્તા નજીક શાકભાજીની દુકાનોના આગળના છાપરા, કાદરભાઇ ચુનાવાળાની દુકાન આગળ પડેલા સામાન, બસ સ્ટેન્ડ નજીક ઈમ્તિયાજભાઈની ઇંડાની લારી તેમજ ડાયમંડ મોબાઈલ નામની દુકાનમાં તોડફોડ કરી હતી.

6 પીએસઆઇ, 70 પોલીસનો બંદોબસ્ત
હિન્દુ અને મુસ્લિમ જૂથો વચ્ચે થયેલી અથડામણને પગલે વધુ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસપી દ્વારા 6 પીએસઆઇ અને 70 પોલીસ જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે. બુધવારે બજારો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા.

29 જણ સામે ત્રણ ફરિયાદ
પોલીસ સ્ટેશનમાં 29 શખ્સો વિરુદ્ધ ત્રણ ફરિયાદ નોંધાઈ હતી.જે અંતર્ગત પોલીસે 15 શખ્સોની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.
વિપુલભાઈ સગરે કરેલી ફરિયાદ
– ફરદીન ઉર્ફે ગેડો ઈકબાલભાઈ મનસુરી
– ઈકબાલભાઈ મનસુરી
– સાજીદ ઉર્ફે સાજલો ફકીરભાઈ મનસુરી
– મકસુંદ ઉર્ફે મગલો (યાકુબભાઈનો છોકરો)
– સાજીદભાઈ અબ્દુલભાઇ મનસુરી
– રાજુભાઇ ગફુરભાઈ દલાલનો મોટો છોકરો
– ઈમ્તિયાજ રજાકભાઈ મનસુરી વેલ્ડીંગવાળાનો છોકરો
– ફિરોજભાઈ ફકીરભાઈ મનસુરી
( તેમજ આશરે બીજા દસેક માણસો)
ઈકબાલ મનસુરીએ કરેલી ફરિયાદ
– વિપુલકુમાર સુરેશભાઈ ચોલીયા (સગર)
– સુરેશભાઈ પ્રભુભાઈ ચોલીયા (સગર)
– કાલુભાઇ ઈશ્વરભાઈ પથાવત (સગર)
– રમેશભાઈ બાબુભાઇ ભોરા (સગર)
– અજયકુમાર રામાભાઈ મહેત (સગર)
– રોહિત નારણભાઇ પથાવત (સગર)
– શિવાભાઈ જોગી બેલ્ટ વાળા
(200ના ટોળાના માણસો સહિત હેડ કોન્સ્ટેબલ પિયુશકુમારે ઉરના 15 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી)


Share

Related posts

પંચમહાલ : મોરવા હડફ તાલુકામાં આવેલાં મોરા ખાતે આઇટીઆઇ હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા તાલુકા ના તલાટીઓ દ્વારા પેન ડાઉન કાર્યક્રમ યોજવામાં આવ્યો

ProudOfGujarat

ઉતરાયણ મા ઘાયલ પક્ષીઓ માટે વિરમગામ શહેરમાં હેલ્પ લાઈન અને સારવાર કેન્દ્ર નું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!