છેલ્લા ઘણા સમય પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ પોતાનો ખર્ચ બચાવવા , શોર્ટ કટ અપનાવી વેસ્ટનો નિકાલ બિન્દાસ્ત રીતે કરી રહી છે. સુરત જીપીસીબીની હદમાં જેનો ભોગ બે ઈસમો બનતા મોતને ભેટ્યા હતા. જે બનાવની શાહી હજુ સુધી સુકાઈ નથી ત્યાં, વડોદરા જિલ્લામાં ગેરકાયદે વેસ્ટ નિકાલનું મોટું રેકેટ ધમધમી રહ્યું છેની માહિતી પ્રકૃતિ સુરક્ષા મંડળને મળતા તમામ માહિતી ભેગી કરી ટીમ વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ના નાની ભદોલ ગામ ના એક ખેતર ખાતે તપાસ અર્થે પહોંચી હતી ત્યાં એક આઇસર ટેમ્પો ગેરકાયદે વેસ્ટ ભરેલ બેરલ ખાલી કરતા નજરે પડ્યો હતો. જેને પૂછપરછ કરતા તેણે ટૂંડાવ-અંજુસર રોડ ખાતે આવેલ સચ્ચિદાનંદ મિનરલ કંપની કે જે સોલ્વન્ટ રિકવરીની પ્રોસેસ કરે છે તેનું નામ આપી તે ટેમ્પો એ કંપની ખાતે લઈ ગયા હતા. આ અંગેની જાણ પ્રકૃતિ સુરક્ષા મંડળે તાત્કાલિક વડોદરા જીપીસીબીના ઇન્ચા. પ્રાદેશિક અધીકારી નીરજ શાહને કરી હતી. જ્યાં ટેમ્પો ચાલકે વેસ્ટના બેરલો ગેરકાયદે નિકાલ કર્યા હતા તે સ્થળે ખૂબ મોટી સંખ્યામાં જમીન પર વેસ્ટ નિકાલ કર્યાનું નજરે પડ્યું હતું.
આજ રોજ જીપીસીબી ના અધિકારી માર્ગી બેન અને તેમની ટિમ ઘટના સ્થળે પોહચી તેઓ પણ મોટી માત્રા માં ગેરકાયદેસર ના ડમ્પ કરાયેલ કેમિકલ વેસ્ટ જોઇ ને આશ્રયચકિત થયા હતા
અને જમીન મલિક શ્રી રમેશભાઈ દેવજી ભાઈ પરમાર ની ઉલટ તપાસ કરતા તેઓ જીપીસીબી ના પૂર્વ કર્મચારી હોવાનું બહાર આવ્યું છે.જીપીસીબી ની ટિમ દ્વારા હાલ વિવિધ સેમ્પલો લઇ કાર્યવાહી હાથ ધરી છે.
પૃકૃતિ શૂરક્ષા મંડળ ને મળેલ અન્ય કમ્પનીઓ અને નિકાલ માં સાથ આપનારા વ્યક્તિઓ વેપારીઓ ના નામો સહિત ની માહિતી જીપીસીબી ને આપી હતી જે આધારે જીપીસીબી વડોદરા વધારે તપાસ કરી કરશે.
પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા માંગણી કરવામાં આવે છે કે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી ની તાપસ કરવામાં આવે અને જવાબદારો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે. ભૂતકાળ માં અંકલેશ્વર ના જીપીસીબી ના વિભાગીય અધિકારી શ્રી એ. વી. શાહ દ્વારા આવા અસામાજિક તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી હતી આથી આવી જ કાર્યવાહી કરી આવા તત્વો સામે દાખલો બેસાડવામાં આવે તેવી માંગણી કરી હતી.