ભરૂચનાં વાલીયાનાં ચમરીયા ગામનાં બુટલેગરે 31 ડિસેમ્બર માટે મંગાવેલા દારૂ લઈને આવેલા બુટલેગરોએ પોલીસને જોઈ કાર મૂકી ભાગી જતાં પોલીસે કાર સહિત રૂ.3,49,200 નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બુટલેગરોની પોલીસે તપાસ શરૂ કરી છે. જીલ્લા પોલીસની સૂચના હેઠળ DYSP ભોજાણી વાલીયા પોલીસને સૂચના આપી હતી કે બુટલેગરો વિદેશી દારૂ લઈને આવે છે. જેમાં 31 ડિસેમ્બર માટેની ઉજવણી કરવા ચમરીયા ગામનો બલદેવ ઉર્ફે બલ્લુ બાલુ વસાવા, પોતાની સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂ લઈને આવી રહ્યો છે. તેથી વાલીયા પોલીસે વોચ ગોઠવી હતી તે દરમ્યાન હોલાકોતર ગામનાં પાટિયા નજીક પોલીસને ઊભેલી જોતાં જ બુટલેગર કાચા રસ્તા ઉપર કાર ભગાડી મૂકી હતી. જોકે રસ્તો પૂરો થતાં તે કાર મૂકીને ભાગી છૂટતા જયારે પોલીસે કાર ચેક કરતાં બિયરનાં બોટલ, બીયરનાં ટીન કિંમત રૂ.49,200 તથા કાર મળી કુલ રૂ.3,49,200 કબ્જે કરીને બલદેવ વસાવાને પણ પકડી પાડીને તેની સામે વાલીયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
વાલીયાનાં ચમરીયા ગામનાં બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ ભરેલી કાર છોડી ભાગી ગયા રૂ.3,49,200 નો મુદ્દામાલ ઝડપી લીધો.
Advertisement