Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્વ. કનકસિંહ કોસાડાની ગણેશ સુગર વટારીયામાં પ્રાર્થના સભા યોજાઈ.

Share

ગણેશ સુગર વટારીયાના યુવાન અને ઉત્સાહી ડીરેકટર કનકસિંહ દોલતસિંહ કોસડાનું અકસ્માત થકી તા ૨૪/૧૧/૨૦૧૯ ને રવિવાર રોજ દુ:ખદ અવસાન થતાં તેઓને શ્રદ્ધાંજલી અર્પવા માટે ગણેશ સુગર વટારીયા હોલમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પ્રાર્થના સભામાં સદ્દગતના આત્માને શ્રદ્ધાંજલી અર્પવા માટે ખુબજ મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ સહકારી ક્ષેત્રના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહયા હતા. પ્રાર્થના સભાના અધ્યક્ષ અને ગણેશ સુગર ના ચેરમેન સંદીપ માંગરોલા સ્વ. કનકસિંહ કોસાડાના અકાળે અવસાન થી ખુબજ દુ:ખી થઈ તેઓને કુટુંબીજનો ઉપર આવી પડેલી મુશ્કેલી સહન કરવાની શક્તિ આપે એવી પરમતમને પ્રાર્થના કરી સદ્દગતે ની:સ્વાર્થ કરેલા કાર્યોને બિરદાવ્યા હતા. તેઓના અવસાનથી ખેડૂતો અને સમાજના કચડાયેલા વર્ગના લોકોએ પોતાના સાથી ગુમાવ્યાની લાગણી સભામાં હાજર લોકોના ચહેરા ઉપર જોવા મળતી હતી. સદ્દગતને શ્ર્દ્ધાંજલી અર્પવા કિશાન મોરચના મહામંત્રી બળવંતસિંહ ગોહિલ, માનસીંગભાઈ દોડીયા, શેરખાન પઠાણ, સેવ્ન્તુભાઈ વસાવા, મહેન્દ્રસિંહ કરમરીયા, સંસ્થાના વા.ચેરમેન કરશનભાઈ પટેલ, મોતીસિંહ માટીએડા, રાકેશભાઈ સાયણીય, તેમજ સંસ્થાના અન્ય ડીરેક્ટરો, સંસ્થાના કર્મચારી-કામદારો સહિત સહકારી આગેવાનો તથા સદ્દગતના પરિવારના સભ્યોમાં ગેમલસિંહ કોસાડા, સુરેન્દ્રસિંહ કોસાડા, તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહી પ્રસંગો ઉચિત રહી પ્રસંગો ઉચિત શ્રદ્ધાજલી પાઠવી હતી.

Advertisement

Share

Related posts

EVM નું શીલ ખૂલેલું જોતા કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આપઘાતનો પ્રયાસ કરાયો.

ProudOfGujarat

ભરૂચનાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા દેવી-દેવતાના ફોટોવાળા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા તંત્રને રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના ઇખર ગામે કપીરાજે મચાવેલ આંતકમાં ૧૩ વર્ષિય બાળક ઘાયલ, સિવિલમાં સારવારનો અભાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!