ભરુચ જીલ્લાના વાલિયા તાલુકાના અંતરાય ગામોમાં આજે પણ દેશી વિદેશી દારૂનો વેપાર બુટલેગરો દ્વારા કરવામાં આવે છે ત્યાં વાલિયા પોલીસ મથકના પી.આઇ.ને મળેલ બાતમીને આધારે વાલિયા તાલુકાના મેરા ગામની સીમમાં રમેશમાધુ વસાવા અને તેના પુત્ર કલ્પેશ વસાવાએ શેરડીના ખેતર કે જે ભીખાભાઇ સોલંકી અનર ઉમંગવિર સોલંકીના ખેતરો છે તેમાં છુપાવ્યા છે તેથી પાકી બાતમી મળતા પોલીસે રેડ કરતાં ત્યાં વાલિયાનો બુટલેગર સતનામ ઉર્ફે ધમોનારસિંગ વસાવાનો સ્વિફ્ટ કારમાં દારૂ ભરતો હતો. જોકે પોલીસને જોઈને ત્રણે જણા ભાગી ગયા હતા જેને પગલે પોલીસે શેરડીના ખેતરમાંથી જુદા બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો 5460 કે જેની બજાર કિંમત રૂ.6,12,600 બાઇક સહિત કુલે રૂ.6,46,600 નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર રમેશ વસાવા તેનો પુત્ર કલ્પેશ વસાવા તેમજ વાલિયાનો બુટલેગર સતનામ ઉર્ફે ધમોનારસિંગ વસાવા સામે વાલિયા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી ફરાર બુટલેગરોની ધરપકડના ચક્રો ગતિમાન પોલીસે કર્યા છે.
ભરૂચના વાલિયા તાલુકાના મેરા ગામની સીમમાં શેરડીના ખેતરમાં વિદેશી દારૂ છુપાવી હેરાફેરી કરતી બુટલેગરો પર વાલિયા પોલીસે રેડ કરતાં બુટલેગરો ફરાર થઈ ગયા હતા.
Advertisement