ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ ભેંસલી ગામ નજીક આવેલ શુભ લક્ષ્મી કંપનીમાં કામ કરતો કલાદરા ગામનો ૫૦ વર્ષીય રમેશ પઢીયારનો તારીખ 16-12-19 ના રોજ સાંજના સમયે પગાર લઈને કંપની પાછળ આવેલ ભાદરીવાળા કાંસના રસ્તે જઇ રહ્યો હતો તે દરમિયાન અડધા રસ્તે એક યુવાન બુકાનીધારીએ તેને રોકી તારી પાસે જે રૂપિયા હોય તે મને આપી દે તેમ કહી પગારના રૂપિયા 8020 આપી દેવાનું કહેતા એને ના પાડતા ઇજા પહોંચાડી રૂપિયા લઇ ફરાર થઈ ગયો હતો.આ સંદર્ભે દહેજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ હતી.જે સંદર્ભે એલસીબી પોલીસે કંપનીમાં લાગેલા cctv કેમેરાના ફુટેજ ચેક કરી યુવાન નજીકનો જવાનું જણાતા આવા અજાણ્યા યુવાનની શોધખોળ શરૂ કરી હતી. જેમાં ખોજબલ ગામનું રફીક દિવાન શંકાના દાયરામાં આવતા તેની અટક કરી હતી અને પૂછપરછ હાથ ધરતા તે પોલીસ પૂછપરછમાં તૂટી ગયો હતો અને તેણે જ આ લુંટ કરી હોવાની કબૂલાત કરી હતી રૂપિયાની જરૂર હોવાનાં કારણે તેણે લૂંટ કરી હોવાનું જણાવતા પોલીસે તપાસ કરતા તેની પાસેથી એક મોબાઇલ ફોન, રોકડા રૂપિયા 500 મળી આવ્યા હતા.પોલીસે રફીક દિવાનને બેટ પોલીસ મથકને સોંપ્યો હતો.
વાગરાના દહેજ ખાતે ભેંસલી નજીક પઢીયાર રમેશને માર મારીને પગાર લૂંટી લેનાર ખોજબલના યુવાનને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો.
Advertisement