ઉત્તર પ્રદેશના બલિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે ત્યાં 40 લોકોથી ભરેલી નૌકા ગંગા નદીમાં પલટી ગઈ છે. આ દુર્ઘટનાંમા 4 લોકોના મોત થઈ ગયા છે અને બે ડઝનથી વધુ લોકો લાપતા હોવાની માહિતી મળી રહી છે. કેટલાક લોકો સ્વિમિંગ કરીને બહાર આવી રહ્યા છે. વહીવટી તંત્રએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.
આજે સવારે બલિયામાં બોટ અકસ્માત સર્જાયો હતો. ત્યાં ગંગા નદીમાં માલદેપુર ઘાટથી જઈ રહેલી એક નૌકા નદીની વચ્ચે પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા છે. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા પ્રમાણે નૌકામાં લગભગ 40 લોકો સવાર હતા. ઘટના બાદ તરત જ ત્યાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા પ્રમાણે નૌકામાં મોટી સંખ્યામાં લોકો સવાર હતા. જેના કારણે નૌકા નદીની વચ્ચે પલટી ગઈ હતી. આ તમામ લોકો મુંડન સંસ્કારમાં સામેલ થઈ રહ્યા હતા. નૌકા પલટી જતાં કેટલાક લોકો તરીને બહાર આવ્યા હતા જ્યારે સ્થળ પર હાજર લોકોએ તરીને કેટલાક લોકોને બચાવ્યા હતા. જેમને બહાર કાઢવામાં આવ્યા છે તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.