Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ધામના 25 એપ્રિલે ખુલશે કપાટ

Share

ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ધામના દરવાજા ક્યારે ખુલશે તેની જાહેરાત કરવામાં આવી છે. આજે મહાશિવરાત્રીના પાવન પર્વ પર ઉખીમઠમાં પરંપરાગત પૂજા પછી તેમજ પંચાંગની ગણતરી બાદ કેદારનાથ મંદિરના કપાટ ખોલવા માટેનો શુભ સમય નક્કી કરવામાં આવ્યો હતો. આ વર્ષે મેઘ લગ્નમાં કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવશે. મંદિરના કપાટ 25 એપ્રિલે સવારે 6.20 કલાકે ખોલવામાં આવશે.

કેદારનાથના કપાટ ગત વર્ષે 27 ઓક્ટોબર ભાઈબીજના દિવસે શિયાળા માટે મંત્રોચ્ચાર વચ્ચે બંધ કરવામાં આવ્યા હતા. સેનાની મરાઠા રેજિમેન્ટના બેન્ડે ભક્તિમય પરફોર્મન્સ આપ્યું હતું. કેદારનાથ મંદિરના કપાટ બંધ થયા બાદ ડોળી ઉખીમઠના ઓમકારેશ્વર મંદિર માટે રવાના થઈ હતી. ભાઈ બીજના બે દિવસ બાદ 29 ઓક્ટોબર 2022 ના રોજ ઓમકારેશ્વર મંદિરની શિયાળુ પૂજા બેઠક પર આ ડોલીને સ્થાપિત કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

વડોદરાના વારસિયા વિસ્તારમાં ભંગાર વીણવા બાબતે બે મિત્રો વચ્ચેની તકરારમાં એકનું ઘટના સ્થળે જ મોત.

ProudOfGujarat

ગોધરા શહેરના ખાડી ફળીયા વિસ્તારમા વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યા

ProudOfGujarat

ભારતીય અભિનેત્રી જ્યોતિ સક્સેનાએ દુબઈમાં 73 માં પ્રજાસત્તાકની ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!