આગામી તા.૧૪/૦૧/૨૦૧૮ નાં રોજ મકરસંક્રાંતિનો તહેવાર આવતો હોઇ, કેટલાક ઇસમો વગર લાયસન્સ/પરવાનગીએ સલામતીના સાધનો વગર જાહેર માર્ગો ઉપર ઘાટક એવા હાઇડ્રોજન એક્સપ્લોઝીવ ગેસ સીલીન્ડરથી ગેસબલુનનો વેપાર કરતાં હોવાનું ધ્યાને આવેલ છે. હાઇડ્રોજન ગેસથી આગ – અકસ્માતના બનાવો બનવાની સંભાવના રહેલ છે તેમજ પર્યાવરણને નુકશાન થાય છે અને ગેસ બલુનના દોરામાં પક્ષી ફસાવાના બનાવો બને છે. જેથી જાહેર સલામતી ખાતર હાલડ્રોજન એક્સપ્લોઝીવ ગેસ સીલીન્ડરથી ગેસબલુનનો વેપાર ઉપર પ્રતિબંધ મુકવો જરૂરી જણાતા ભરૂચ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી સી.બી.બલાતે મળેલ સત્તાની રૂએ હુકમ ર્ક્યો છે કે, ભરૂચ જિલ્લાનાં સમગ્ર મહેસુલી વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને તા.૧૧/૦૧/૨૦૧૮ થી તા.૨૧/૦૧/૨૦૧૮ સુધી હાઇડ્રોજન એક્સપ્લોઝીવ ગેસ સીલીન્ડરથી ગેસબલુનના વેપાર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ (સને ૧૮૬૦ નો અધિનિયમ-૪૫) ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.