Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં અમદાવાદના ત્રણ લોકોના મોત

Share

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનના કારણે પાંચ લોકોના મોત થયા છે જેમા ત્રણ અમદાવાદના છે. સ્થાનિક પોલીસને પહાડ પરથી ભૂસ્ખલનમાં દટાયેલી કાર મળી હતી જેમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ફરી એકવાર ભૂસ્ખલનની ઘટના બની હતી જેમાં પાંચ લોકોના મોત થયા હતા. આ પાંચ લોકોમાં ત્રણ ગુજરાતના અમદાવાદના મણિનગરના રહેવાસી હતા, જ્યારે એક હરિદ્વાર તેમજ અન્ચ એકની ઓળખ થઈ ન હતી. કાટમાળની અંદર કાર ભયાનક રીતે ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. આ ભૂસ્ખલનની ઘટના ફાટા વિસ્તારના તરસાલીમાં બની હતી.

આ ઘટના અંગે રુદ્રપ્રયાગ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે જ્યારે બચાવ કામગીરી ફરી શરૂ કરવામાં આવી ત્યારે ભૂસ્ખલનના કાટમાળમાંથી એક ક્ષતિગ્રસ્ત કાર મળી હતી જેમાં પાંચ લોકોના મૃતદેહોના ખંડિત અવશેષો બહાર કાઢવામાં આવ્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે મૃતકોની ઓળખ ગુજરાતના જીગર આર મોદી, મહેશ દેસાઈ, પરીખ દિવ્યાંશ જ્યારે એક હરિદ્વારના રહેવાસી મિન્ટુ કુમાર તેમજ અન્ય એકની મનીષ કુમાર તરીકે ઓળખ થઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાંથી અંદાજિત 1 હજાર કરોડનું 513 કિલો ડ્રગ્સ જપ્ત, મુંબઈ પોલીસે કરી કાર્યવાહી.

ProudOfGujarat

ગોધરા સિવીલમાં બંધ અવસ્થામાં પડેલુ સિટીસ્કેન ચાલુ કરવાની લોકમાંગ…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા શિક્ષક સંઘ ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ સિઝનમાં ઉમલ્લા ટીમનો વિજય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!