ભૂ-વૈકુંઠ બદ્રીનાથ ધામની તીર્થયાત્રાની તૈયારી પૂરી થઈ ચૂકી છે. આજે સવારે 7:10 વાગ્યે બદ્રીનાથ ધામના કપાટ ખોલી દેવાયા હતા. કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. અખંડ જ્યોતિના દર્શન કરવા માટે સેંકડો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. યાત્રાળુઓની ચહેલ-પહેલ પણ શરૂ થઈ ચૂકી છે.
આજે કપાટ ખુલતી વખતે ધામની મુલાકાતે આશરે 20 હજાર જેટલા તીર્થયાત્રીઓ આવ્યા હતા. આ દરમિયાન ટિહરીના રાજાના પ્રતિનિધિ તરીકે માધવ પ્રસાદ નોટિયાલ પણ ધામ આવી પહોંચ્યા હતા. બીજી બાજુ બદ્રીનાથની યાત્રાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ત્યાંથી હિમવર્ષા ચાલુ હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. બદ્રીનાથની સાથે જ ધામમાં આવેલા પ્રાચીન મઠ અને મંદિરોને પણ ફૂલો વડે શણગારાયા હતા.
Advertisement