Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડામાં પૂર્વ કેબેનીટ મંત્રીના હસ્તે વિવિધ વિકાસના કામોનું ખાતમુહુર્ત તથા મનરેગા યોજના અંગતર્ગત શ્રમિકોને જોબ કાર્ડનો વિત૨ણ કાર્યક્રમ યોજાયો.

Share

ઉમરપાડા તાલુકામાં પૂર્વ કેબીનેટ મંત્રીગણપતસિંહ વસાવા સાહેબના પ્રયાસથી વિવિધ વિકાસના કામોનું ખાતમુહુર્ત કાર્યક્રમો યોજવામાં આવ્યા જેવા કે, ઉમરગોટ ગામે કદવાલી ફળીયામાં મનરેગા યોજના અંતર્ગત ચેકડેમ ઉંડા કરવાનું કામ રૂા.૩.૯૪ લાખ, સટવાણ ગામે ગમાણ ફળીયામાં ગંભીરભાઈ નંદરીયાભાઈના ઘ૨થી ફુલસિંગભાઈ ગોવલાભાઈના ઘર સુધી સી.સી. રસ્તાના કામનું ખાતમુહુર્ત રૂા.૨ લાખ, ઝરાવાડી ગામે પટેલ ફળીયામાં બોર, મોટર, પાણીની ટાંકી અને પાઈપ લાઈનના કામનું ખાતમુહુર્ત રૂા.૨.૨૬ લાખ, ઝરાવાડી ગામે ગણેશભાઈ શુક૨ભાઈના ઘરથી સ્મશાન તરફ સી.સી. રસ્તાના કામનું ખાતમુહુર્ત રૂા.૧.૦૦ લાખ, જોડવાણ ગામે મોતીરામ ગોનીયાભાઈના ઘરથી જાવિદભાઈ મકરાણીના ઘર તરફ જતો સી.સી. રસ્તાનું ખાતમુહુર્ત રૂા.૨ લાખ, ખનોરા ગામે દિનકરભાઈ ખાત૨ીયાભાઈના ઘર પાસે બોર, મોટર, પાણીની ટાંકી તથા હવાડાના કામનું લોકાર્પણ રૂા.૨.૯૧ લાખ, ખનોરા ગામે મનરેગા યોજના અંતર્ગત સ્મશાન પાસે તળાવ ઉંડુ ક૨વાનું કામ રૂા.૪.૩૦ લાખ મળી કુલ ૫ કામો માટે રૂા.૧૮.૪૫ લાખ ફાળવવામાં આવ્યા હતા અને ઉમરગોટ (કદવાલી ફળીયા) તથા ખનોરા ગામે મનરેગા યોજના હેઠળ ચાલતા કામોનું સ્થળ નિરીક્ષણ કર્યુ અને શ્રમિકોને જોબકાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

વધુમાં જણાવ્યું હતું કે ઉનાળાના સમયે શ્રમિકોને આ કામથી ઘ૨ આંગણે ૨ોજગા૨ી મળી રહે છે. તળાવ અને ચેકડેમો ઉંડા ક૨વાથી જળ સંચય થશે જેનો લાભ ખેડૂતો મળશે.આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપા સામસિંગભાઈ વસાવા, સુરત જિલ્લા કારોબારી ચેરમેન રાજુભાઈ વસાવા, સુરત જિ.પં., જિ.પં. સુરત, દ૨ીયાબેન વસાવા, અર્જુનભાઈ વસાવા, અમીપભાઈ વસાવા, પ્રમુખ ઉમ૨પાડા તાલુકા પંચાયત શારદાબેન ચૌધરી, કારોબારી અધ્યક્ષ ઉમરપાડા તાલુકા પંચાયત, મોહનભાઈ વસાવા, તાલુકા પંચાયતના સદસયો તથા સરપંચો , આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા.આમ વિવિધ વિકાસના ખાતમુહુર્ત કાર્યક્રમના કારણે ૧૫૬-માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સાહેબનો તમામ પ્રજાએ આભાર વ્યકત કર્યો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નર્મદાના વકીલો અચોક્કસ મુદતની હડતાલ પર જતા રાજપીપળાની તમામ કોર્ટોની કામગીરી ઠપ્પ…

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજે કોરોના પોઝિટીવ કુલ 15 કેસ આવતાં કુલ સંખ્યા 475 થઈ.

ProudOfGujarat

જંબુસરમાં આવેલ હજરત સૈયદ ગંજશહિદ પીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!